SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ કોણ ? તમે માનો કે ન માનો. હું તો કહીશ : બધું ભગવાને જ ગોઠવી આપ્યું છે. માટી ભલે ઉપાદાન કારણ હોય, પણ કુંભાર વિના કોઈ માટી ઘડો ન બની શકે, તેમ જીવ ભલે ઉપાદાન કારણ હોય, પણ ભગવાન વિના એની ભગવત્તા પ્રગટ ન જ થાય, એવો મારો દઢ વિશ્વાસ છે. સાધનાનો આ જ મુખ્ય પાયો છે, એવી મારી સમજ છે. મારી આ સમજ શાસ્ત્રકારોની દૃષ્ટિએ મેં તપાસી છે ને મને એ ખરી લાગી છે. માટે જ આટલા ભારપૂર્વક અને અધિકારપૂર્વક હું આ વાત કહી શકું છું. યશોવિજયજી જેવા મહાબુદ્ધિમાન પણ જ્યારે ભક્તિને સાર બતાવતા હોય ત્યારે ભક્તિ જ માત્ર સાધનાનું હાર્દ છે, એમ આપણું મગજ ન સ્વીકારતું હોય તો હદ થઈ ગઈ ! * ૧૮ વર્ષ પહેલા નાગેશ્વર સંઘ વખતે આ ચંદાવિષ્ક્રય પન્ના ગ્રંથ પર વાચના રખાયેલી. હવે આ બીજી વાર વાચના ચાલે છે. ફરી-ફરી એને એ ગ્રંથ શા માટે? એવું નહિ પૂછતા. ૪૫ આગમો એકવાર વાંચ્યા એટલે પતી ગયું ? ૭ વાર વાંચજો. તો જ રહસ્ય હાથમાં આવશે. આપણે બધા નવું-નવું વાંચવાના શોખીન છીએ, પણ જૂના તરફ કદી નજરેય કરતા નથી. નવું-નવું વાંચવા કરતાં જૂનાને વધુ ને વધુ વાગોળશો તેમ તેમ રહસ્યો હાથમાં આવતા જશે. * ચંદાવિન્ઝય પર ગુજરાતી અનુવાદ પણ થયેલો છે. એ પુસ્તક દરેક ગૃપને આપ્યું છે, છતાં કોઈને જોઈતું હોય તો મળશે. * ભગવાનની કેવી અભુત વ્યવસ્થા છે? ભગવાન મહાવીર પછી ૭૭મી પાટે મારો નંબર આવ્યો છે, તો પણ હું ભગવાનની વાણી જાણી શકું છું. એટલું જ નહિ, દુપ્પસહસૂરિ સુધી આ ભગવાનની વાણી ચાલશે. ભગવાનનો અમાપ ઉપકાર છે. ૩૪૦ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy