SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને તરવાનું મન નથી થતું તેનું કારણ સહજમળ છે. તમને સમજાય તેવી ભાષામાં કહું તો સ્વાર્થવૃત્તિ છે. સ્વાર્થવૃત્તિને ઘસનારા દયા, પરોપકાર, દાનાદિ ગુણો ન આવે ત્યાં સુધી ધર્મનો પ્રવેશ થઈ શકતો નથી. પોતાની દયા, દયા ન ગણાય. પોતાનો ઉપકાર, ઉપકાર ન ગણાય. પોતાને કરેલું દાન, દાન ન ગણાય. બીજાને એ આપીએ ત્યારે જ દયા આદિ કહેવાય. જેટલા અંશે દયા, પરોપકાર આદિ વધતા જાય તેટલા અંશે સમજી લેવું : યા તો સમ્યકત્વ થઈ ગયું છે, યા તો થવાનું છે. ધર્મ સૂર્ય નજીક ઊગી રહ્યો હોય ત્યારે પરોપકારનો અરુણોદય થાય જ. મેઘકુમાર આદિ આના ઉદાહરણો છે. | * દેહ સાથેનો અભેદભાવ છૂટે તો પ્રભુ સાથેનો ભેદભાવ તુટે, અથવા તો પ્રભુ સાથેનો ભેદભાવ છૂટે તો દેહ સાથેનો ભેદભાવ તુટે, એમ પણ કહી શકાય. * નમસ્કાર આપણને નાનો લાગે, પણ જ્ઞાનીની નજર તેમાં જિનશાસન જુએ છે. નમસ્કાર પર લખનાર હું કોણ ? આજ સુધી એના પર કેટકેટલુંય લખાયું છે. હું નવું શું લખવાનો ? આમ કહીને આપણા પૂર્વાચાર્યોએ આ નમસ્કાર પર નિયુક્તિ આદિ લખ્યું છે. * અહીં આવ્યા છો તો આટલો સંકલ્પ કરી જ લેજો : દાદા....! સમક્તિ લઈને જ હવે હું જવાનો ! ખાલી હાથે પાછા નહિ જતા.* હું તો હઠ પકડીને બેસી જાઉં ! આ દાદાને શી રીતે ભૂલાય ? એમણે જ આ બધું આપ્યું છે ! નહિ તો મધ્ય પ્રદેશના દૂર-સુદૂરના એવા ગામમાં રહેતા હતા, જ્યાં ધર્મ-સામગ્રી ઘણી જ દુર્લભ...! સમેતશિખર જતા કોઈ એકલ-દોકલ સાધુ ક્યારેક મળી જાય એટલું જ. આવી સ્થિતિમાં ધર્મની આટલી સુવિધા કરી આપનાર કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૩૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy