SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયને કશું સ્પર્શતું નથી. કારણ કે એ માટે પણ પાત્રતા જોઈએ, ભાગ્ય જોઈએ. સરોવરમાં ગમે તેટલું પાણી નજર સામે જ દેખાય, પણ તમે તમારા મટકા પ્રમાણે જ લઈ શકો. એક ભગવાનને 'તમે એવા પકડી લો કે જીવનની કોઈપણ ક્ષણે તમે ભૂલી શકો નહિ. ભગવાન પકડશો તો બધું જ પકડાઈ જશે. ભગવાન છુટી જશે તો બધું જ છુટી જશે. ‘પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા; અળગા અંગ ન સાજા રે.’’ * પ્રભુ-ભક્તિમાં રૂકાવટ કરનાર અહંકાર છે. ‘હું બીજાથી કંઈક વિશેષ છું. મારી અંદર બુદ્ધિ કૌશલ્ય છે કે પ્રવચન કૌશલ્ય છે.'' એવી અનેકાનેક ભ્રમણાઓમાં આપણે જીવીએ છીએ. સ્વનું તટસ્થ નિરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી આ સમજાશે નહિ. બીજાના દોષ દેખાશે, પણ પોતાના દોષ નહિ દેખાય. આવી ભ્રમણાઓનો ભાંગીને ભૂક્કો ન થાય ત્યાં સુધી ભગવાન મળે એ વાતમાં કોઈ માલ નથી. અહંકારનું વિલીનીકરણ જ સમર્પણની અનિવાર્ય પૂર્વ શરત છે. એ વિના ગમે તેટલા તમે બરાડા પાડો, તમારી ભક્તિ મંજુર નહિ બને. એ માત્ર અહંકારની કસરત બની રહેશે. * પ્રભુ દૂધના પ્યાલા છે. આપણે પાણીના પ્યાલા છીએ. પાણીએ દૂધનો રંગ પામવો હોય તો તેનો સંગ કરવો પડે. જે ક્ષણે પાણી દૂધમાં મળે છે, એ જ ક્ષણે એ પાણી મટીને દૂધ બની જાય છે. ‘મારે કોઇનામાં નથી ભળવું. મારે તો અલગ જ રહેવું છે.' એમ માનીને પાણીનો ગ્લાસ જો દૂધના ગ્લાસમાં ભળવા તૈયાર જ ન થાય તો ? આપણે આવા જ નથી ? ભગવાનને મળીએ છીએ ખરા, ૩૨૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy