SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ * ચારિત્ર માટે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ તેમ જયણાના પાલન માટે જયણાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. એવું પણ બને કે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ થયેલો હોય, પણ જયણાવરણીય કર્મનો ક્ષયોપશમ થયેલો ન હોય. જયણાવરણીય, અધ્યવસાયાવરણીય વગેરે નવા લાગતા શબ્દોનો પ્રયોગ ભગવતીમાં થયેલો છે. - જયણાવરણીય કર્મના ક્ષયોપશમથી જયણામાં ઉલ્લાસ આવે. અધ્યવસાયાવરણીય કર્મના ક્ષયોપશમથી અધ્યવસાયમાં ઉલ્લાસ આવે. - ભગવતી સૂત્ર, ૯મું શતક, ૩૧મો ઉદ્દેશો, પૃ.૪૩૪. * ભગવાનનું સ્મરણ પણ વિપ્નોની વેલડી માટે કુહાડી રૂપ ભગવાનનો આદર હૃદયમાં આવ્યો તો સમજી લો : તમારી પાસે નિધાન આવી ગયું. માટે જ ભક્તને માટે ભગવાન જ નિધાન છે. भगवत्सन्निधानमेव निधानम् । તાહરું ધ્યાન તે સમક્તિ રૂપ તેહિ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છેજી. પ્રભુનું ધ્યાન જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપ છે. પ્રભુ આપણને દૂર લાગે છે. ભક્તને દૂર નથી લાગતા. યશોવિજયજી મ. કહે છે : પણ મુજ નવિ ભય હાથોહાથે, તારે તે છે સાથે રે.” ગમે તેટલું વાવાઝોડું આવે, મારી તપ-જપની જીવન-નૈયા ગમે તેટલી હાલક-ડોલક થાય, પણ મને કોઈ જ ભય નથી. તારનારા પ્રભુ મારી સાથે જ છે, મારા હાથમાં જ છે, હૃદયમાં જ છે. આ શબ્દો સમજાય છે ? રહસ્યભરી આવી પંક્તિઓ આપણી સમક્ષ હોવા છતાં આપણા કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૧૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy