SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ માતાના દર્શન થવા જોઈએ. ભગવાન, ગુરુ, ધર્મ, પ્રવચન વગેરે માતા છે. માટે જ પ્રવચનમાતા, ધર્મમાતા, ગુરુમાતા વગેરે શબ્દો પ્રયોજાયા છે. ભગવાન આપણને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે, પણ આપણે ભગવાનને કઈ દષ્ટિથી જોઈએ છીએ ? ગમે તેટલા દોષોથી ભરેલા હોવા છતાં પ્રભુ આપણને પૂર્ણ પ્રેમરૂપે જુએ છે. એ ઓછી વાત છે ? નયોની અપેક્ષાએ પ્રભુ-દર્શન નૈગમનય : મન, વચન, કાયાની ચંચળતા પૂર્વક માત્ર તમારી આંખોએ પ્રભુમૂર્તિ જોઈ ? તો પણ હું કહીશ કે તમે પ્રભુ-દર્શન કર્યા. સંગ્રહનય : જો તમને સર્વ જીવો સિદ્ધ ભગવંતોના સાધર્મિક બંધુઓ દેખાય તો જ હું ખરા દર્શન માનીશ. વ્યવહારનય : આશાતનારહિત, વંદન-નમસ્કાર સહિત જો તમે પ્રભુ-મુદ્રા જોશો તો જ હું દર્શન માનીશ. ત્રજુસૂત્રનય : સ્થિરતા અને ઉપયોગ પૂર્વકના દર્શનને જ હું ‘દર્શન” તરીકે માન્ય કરું છું. શબ્દ નય : પ્રભુના અનંત ઐશ્વર્યને જોઈ તમારી આત્મ-સંપત્તિને પ્રગટાવવાની ઈચ્છા થઈ હશે તો જ હું ખરા “દર્શન” માનીશ. સમભિરૂઢ નય : તમે કેવળજ્ઞાની બનશો ત્યારે જ સાચા દર્શન કરી શકશો - એમ હું માનું છું. એવંભૂત નય : તમે સિદ્ધ પરમાત્મા બનશો ત્યારે જ ખરેખરા “દર્શન કરી શકશો - એવી મારી માન્યતા છે. – પૂ. આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરિજી લિખિત મિલે મન ભીતર ભગવાન' પુસ્તકના આધારે ૧૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy