SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાચાર, ભણવું વગેરે જ્ઞાનાચાર. સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રાચાર * આપણા બધા જ અનુષ્ઠાનોનો સમાવેશ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં જેનો સમાવેશ ન થાય તે સાધુનો આચાર નથી, એમ પણ કહી શકાય. | * અન્ય ધર્મીમાં રહેલા ગુણોની પણ અનુમોદના કરવાની હોય તો સાધુઓના ગુણોની અનુમોદના કરવા અંગે કહેવાનું જ શું? જો આપણે નજર સામે દેખાતા ગુણીની અનુમોદના ન કરીએ તો અતિચાર લાગે. અતિચારમાં શું બોલીએ છીએ ? - “સંઘમાંહિ ગુણવંતતણી અનુપબૃહણા કીધી.” ભગવાન જેવા ભગવાન પણ સુલસા, આનંદ, કામદેવ જેવાની પ્રશંસા કરતા હોય તો આપણે નહિ કરવાની ? પોસહ પારતાં શું બોલો છો ? “નાર પસંસç મયવં વઢવયત્ત મહાવીરો !” અનુમોદના મન-વચન-કાયાથી થઈ શકે. ઉપબૃહણા વચનથી થઈ શકે. જો તમે સંઘમાં દેખાતા ગુણીને ધન્યવાદ નથી આપતા તો દોષી ઠરો છો. આ વિહિત અનુષ્ઠાન છે. વિહિત એટલે ભગવાને કહેલું. જે અનુષ્ઠાન કરતાં ભગવાનનું સ્મરણ રહે તે અનુષ્ઠાન પણ મહાન બની જાય. ભગવાન સાથેનું જોડાણ હોય તો તે અનુષ્ઠાન નબળું શી રીતે હોય ? કેવું અનુષ્ઠાન ? કેવા સૂત્રો ? મારા ભગવાને બતાવેલા ! આવા ગદ્ગદ્ ભાવથી કરાયેલા અનુષ્ઠાનો કેવળજ્ઞાન પણ આપી શકે. ચાહે કાજો કાઢવાનું અનુષ્ઠાન હોય કે ઇરિયાવહિયં કરવાનું અનુષ્ઠાન હોય ! અઈમુત્તા આ જ ઇરિયાવહિયંથી કેવળજ્ઞાન પામેલાને ? * વ્યાજ લઈને પૈસા આપતો વેપારી દાની ન કહેવાય, તો કોઈ બદલાની ભાવનાથી બીજ મુનિઓનું કરાતું કાર્ય સેવા” શી કહ્યું ક્લાપૂર્ણસૂરિએ ૨૪૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy