SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યું છે. જિંદગીના છેડા સુધી આ ગુણઠાણાને સ્પર્શે તેવો ભાવ પેદા ન થાય તો શું કામનું ? * પ્રભુએ એવી સાધના કરી કે તે ધર્મ તેમને આત્મસાત બની ગયો. ધર્મ ઉપર પ્રભુની માલિકી થઈ ગઈ. જેમ ચક્રવર્તીને નગરો-ગામડા બધા આધીન થઈ જાય તેમ પ્રભુને ત્રણેલોક અરે, સર્વ ગુણો આધીન થઈ ગયા. લલિતવિસ્તરા' ગ્રંથ વાંચતાં આ પદાર્થો સવિશેષ સમજાશે. “સુલસા આદિ ૯ જણને ભગવાને તીર્થંકર પદ આપ્યું” આમ પં. વીરવિજયજીએ કહ્યું છે તે બરાબર છે ? સુલસાદિક નવ જણને જિન-પદ દીધું રે...” – વીરવિજયજી. આ નવને પ્રભુએ તીર્થંકરપદ આપ્યું કે તેઓ પોતાની સાધનાથી પામ્યા ? બીજા કેમ ન પામ્યા ? ને તે નવ જ કેમ પામ્યા ? તે નવનો પ્રકૃષ્ટ યોગ હતો માટે. વળી તે નવ ને પણ પહેલા કેમ તીર્થંકર નામ ન મળ્યું ને પ્રભુની હાજરીમાં જ કેમ નિકાચિત થયું ? એ વિચારશો તો પ્રભુની મુખ્યતા સમજાશે. ઈન્દ્રભૂતિ આદિમાં ગણધરપદની યોગ્યતા હોય તો જે વખતે યજ્ઞ કર્યો ત્યારે ગણધરપદ કેમ ન પામ્યા ? તમને ઉપાદાન મુખ્ય દેખાતું હશે. મને પ્રભુ મુખ્ય દેખાય છે. ભૂખ હોવા છતાં ભોજનની સામગ્રી ન હોય તો શું કરો ? ભૂખ ભાંગે ? ભોજનની સામગ્રીનો ઉપકાર માનો કે નહિ ? તેમ ગમે તેટલા જીવ યોગ્ય હોય પણ સામે પમાડનાર ન હોય તો શું કરે ? કોડિયામાં તેલ-વાટ બધું જ છે, પણ પ્રકાશિત ક્યારે થાય ? આટલી યોગ્યતા હોવા છતાં જલતી જ્યોતમાં તેને મેળવવામાં ન આવે ત્યાં સુધી પ્રકાશ આવતો નથી. પ્રભુ સન્મુખ ન બનીએ ત્યાં સુધી આપણે પ્રભુમય બની શકતા નથી. ભગવાન કાંઈ કરતા નથી. આપણો ઉદ્યમ કામ કરે છે. એવું ૨૪૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy