SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું સંસાર-પરિભ્રમણ આશાતનાથી થયું છે. પાણી વગેરેની વિરાધના કરનારા અતિમુક્તક છૂટી શક્યા છે, પણ ભગવાનની અને ગુરુની આશાતના કરનારા ગોશાળા અને કૂલવાલક વગેરેનું છૂટવું મુશ્કેલ છે. “તીરથની આશાતના નવિ કરીએ....” પૂજાની આ ઢાળમાં આશાતનાના ફળો વાંચ્યા છે ને ? તીર્થ બે પ્રકારના છે. : સ્થાવર અને જંગમ. બન્નેની આશાતનાથી બચવાનું છે. આરાધના કરતા રહીએ, પણ આશાતનાય કરતા રહીએ તો આપણું ઠેકાણું ક્યારે પડવાનું ? બીજા માને કે ન માને, બીજા આપણા હાથમાં નથી. જાત આપણા હાથમાં છે. એને સુધારી શકાય. બીજાને મનાવવા આપણું પુણ્ય જોઈએ, તેનું પણ સુધરવાનું પુણ્ય જોઈએ. એ બધું આપણા હાથમાં નથી. પૂ. રત્નાકરવિજયજી અમારા દીક્ષા-દાતા હતા. ફલોદીમાં ઓઘો અને વાસક્ષેપ એમને આપેલા. પૂ. રત્નાકરવિજયજી એવા ખપી હતા, એવા આરાધક હતા કે કદાચ એમની જોડ બીજે જોવા ન મળે. પૂ. રત્નાકરવિજયજીની એક વાત કહું ? ક્યારેક એ કાઉસ્સગ્ન કરતા, ક્યારેક ભગવાનના ફોટા સમક્ષ ત્રાટક કરતા. એમ કરતાં ક્યારેક ઊંઘ આવી જાય તો જાતે જ પોતાને લાફો લગાવી દેતા : તને ઊંઘ આવે છે ? લે લેતો જા. આવું તમે જાતે કરી શકશો ? બીજો તો કોણ તમને લાફો મારી શકે ? એ કામ તમે જ કરી શકો. તમે નહિ કરો તો બીજો કોઈ નહિ કરી શકે. આ જીવનમાં આપણને સાધુપણું તો મળી ગયું છે, પણ બોધિ મળી છે ? દેહાધ્યાસ ટળ્યો છે ? આ બધા પ્રશ્નો જાતને પૂછી લેજો. પોતાની જાતને તમે પોતે જ સુધારી શકશો, બીજા કોઈની તાકાત નથી. ૧૯૮ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy