SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર વદ-૫ ૨૪-૪-૨૦૦૦, સોમવાર * જે તત્ત્વો ભગવાન પાસેથી ગણધરોને મળ્યા તે આપણા જેવાને પણ ઉપયોગી થાય માટે તેમણે સૂત્રરૂપે રચના કરી. એકેક સૂત્ર રત્નનો દાબડો, રત્નની પેટી ગણાય. માટે જ દ્વાદશાંગીને ગણિપિટક કહેવાય છે. ગણિપિટક એટલે ગણિની પેટી. ગણિ એટલે ગણધર ! આચાર્ય ! રત્ન તો ઠીક ચિંતામણિ રત્નથી પણ આ સૂત્રો અધિક મૂલ્યવાન છે, જે આ જ ભવને નહિ, પરલોકને પણ સુધારી આપે. ચિંતામણિ રત્ન આવું કરી શકે ? * જ્યાં સુધી નવું ભણવાની શક્તિ હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરશો તો જ્ઞાનશક્તિ વધશે. ઉપયોગ નહિ કરો તો વગર પ્રયને અજ્ઞાનશક્તિ વધ્યા જ કરવાની. ક્ષમાશક્તિ વધારવા પ્રયત્ન નહિ કરો તો ક્રોધશક્તિ વગર પ્રયત્ન વધતી જ રહેવાની છે. આંતરિક ગુણો માટે પ્રામાણિક પ્રયત્ન કરતા રહીશું તો શાંતિ, સમાધિ વગેરે મૂલ્યવાન ચીજો મળતી રહેવાની. * ચારિત્રનું પાલન કરવું એટલે ક્ષમાદિ દસ યતિ ધર્માદિનું પાલન કરવું, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતાનું પાલન કરવું. કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy