SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મારો નિત્ય આત્મા મારી સાથે છે. આટલું સતત યાદ રહે તો કોઈપણ પ્રસંગ આપણું શું બગાડી શકે ? મહાબલ-મલયાનું જીવન વાંચ્યું છે ? કેટ-કેટલા કષ્ટો એમના જીવનમાં આવ્યા ? છતાં માત્ર એક શ્લોકના બળથી તેઓ કોઈપણ પ્રસંગે હિંમત હાર્યા નથી. મરણાંત કષ્ટ વખતે તમને દ્વાદશાંગી કામ નહિ આવે, મોટા શ્રતધરોને પણ કામ ન આવે. તે વખતે તો ભાવિત બનેલું એક પદ જ કામ લાગે. પણ તમે ઉછું નહિ કરતા : આ તો મૃત્યુના સમયની વાત છે ને ? ત્યારે જોઈ લઈશું. એક પદને યાદ કરી લઈશું. પણ જીવતે જીવ કાંઈ ભાવિત ન કર્યું તો છેલ્લે શું યાદ આવવાનું ? સંથારા પોરસી શું છે ? અંતિમ સમયની આરાધનાનું ભાથું છે. એકેક શ્લોકમાં અણમોલ ખજાનો છે. “ોડ૬ નલ્થિ છે વહોરું ” આ એક ગાથા પર કદીક તો શાંતિથી વિચારો. પણ તમે તો પંજાબના મેલની જેમ ફટાફટ બોલી જાવ છો. પછી હાથમાં શું આવે ? હું એકલો છું તો શું દીન બનવાનું? નહિ, હું શાશ્વત આત્મા છું. જ્ઞાન-દર્શનથી યુક્ત છું. મારે દીનતા શાની ? મને કોઈ કહે : “આપ બહુ દૂબળા થઈ ગયા. થાકી ગયા.' તો હું મને દૂબળો ન માનું, મને થાકેલો ન માનું. એને જે દેખાય છે, તે બોલે છે. મને જે દેખાય છે તેમાં હું રમું છું. જે શ્લોક, જે પદ તમારા હૃદયને ઝંકૃત કરતું હોય, તમારા હૃદયમાં સંવેગ-વૈરાગ્યની ધારા વહાવતું હોય, તેને ભાવિત બનાવવા પ્રયત્ન કરજો, એટલું જ મારે કહેવું છે. * સોયને ખોવી ન હોય તો દોરો જોઈએ. તેમ આત્માને ખોવો ન હોય તો પરમાત્મા જોઈએ. આ પરમાત્માને તમે કદી ભૂલતા નહિ. પરમાત્માને ભૂલશો તો આત્મા પણ ભૂલાઈ જશે. ૧૦૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy