SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ ભેળવવાનો છે. ઉપયોગ વિનાની કોઈપણ ક્રિયા દ્રવ્યક્રિયા જ રહે. ક્રિયાનું ફળ દેખાતું નથી તેનું કારણ ભાવક્રિયાનો અભાવ છે. ભાવક્રિયા ઉપયોગ વિના મળતી નથી. આ મુખ્ય ઉપયોગ જ આપણો ગેરહાજર રહે છે. કાલિક, ઉત્કાલિક વગેરે બધા જ સૂત્રોમાં આવશ્યક સૂત્રો મુખ્ય છે. એના પર અનુશીલન કરીએ તો ? બધા સૂત્રોનું અનુશીલન કરવાનું છે. પફખીસૂત્રમાં શું લખ્યું છે ? આગમોના નામોલ્લેખ સાથે આપણે બોલીએ છીએ : [સંતોષવ] ૧૫ દિવસની અંદર વુિં ન પઢિયું, પરિટ્ટિ न पुच्छि પાઠ, પુનરાવર્તન, પૃચ્છા, અનુપ્રેક્ષા, અનુપાલન આ બધા સૂત્રોનું કરવાનું છે. આપણે કરીએ છીએ ? * પં. વજસેન વિજયજી રોજ પાઠ લેવા આવે છે. એમના બાલ મુનિ જિનભદ્રવિજયજીએ આજે પૂછ્યું : નામ લેતાં ભગવાન સામે શી રીતે આવી જાય ? મેં કહ્યું : અમૃતી [મીઠાઈ] નું નામ લેતાં જ તે તમારી સામે માનસ ચિત્રરૂપે આવી જાય છે ને ? તેમ ભક્ત પણ ભગવાનનું નામ લેતાં જ ભગવાનને સામે જ જુએ છે. * મન-વચન-કાયાને એવી તાલીમ આપો, એવી ટેવ પડાવો કે તે ભગવન્મય બની જાય. જેવી ટેવ પડાવીએ તેવી પડે. બૂરી ટેવ પડી શકતી હોય તો સારી ટેવ શા માટે ન પડે ? મન-વચન-કાયા આખરે નોકર છે. આપણે શેઠ છીએ. આપણે ધારીએ તેવી ટ્રેનીંગ તેમને આપી શકીએ. પણ આપણે આપણું સ્વામિત્વ ભૂલી ગયા છીએ. આથી જ આપણે દેવાળું કાઢયું છે. નોકર શેઠ બની જાય ત્યાં દેવાળું જ કાય ને ? ૧૦૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy