SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાય = સૂત્રાર્થનું ધ્યાન ચિંતન કરે તે. [ ઉપ + આ + ધ્યાય = ઉપાધ્યાય.] ઉપાધ્યાય. * ઉપાધ્યાય ભગવંત ‘જગબંધવ - જગભ્રાતા' છે. - બંધુ કરતાં ભાઇ વિશેષ છે. સંકટમાં બીજા બધા ખસી જાય, ત્યારે પણ ભાઇ પાસે રહે છે. ઉપાધ્યાય ભગવંત જગતના બંધુ જ નથી, ભાઇ [ભ્રાતા] પણ છે. સાધુપ * ગોચરીમાં મનગમતી વસ્તુ મંગાવીએને ? અહીં તો બધા જ ગુણો મનગમતા છે. એકેય ગુણ છોડવા જેવો નથી. હું એ પીરસી રહ્યો છું. તમે એ ગુણ લેશો ને ? * સાધુ ભગવંતમાં દયા અને દમ જોરદાર હોય. પોતાના નિમિત્તે કોઇપણ જીવને કાંઇ પણ પીડા થાય તો તેમનું હૈયું દ્રવી ઊઠે. આવા હૃદયમાં જ દયા પ્રકટે. દયાનું પાલન અજિતેન્દ્રિય ન કરી શકે, માટે પછીનો ગુણ છે ઃ દમ. * સાકરનો એક દાણો એવો ન હોય, જેમાં મીઠાશ ન હોય. તેમ એક સાધુ એવો ન હોય, જેમાં સમિતિ - ગુપ્તિ ન હોય. સમિતિગુપ્તિ ન હોય તો સમજવું : આપણે સાધુ નથી. મીઠાશ ન હોય તો સમજવું : આ સાકરનો દાણો નથી, મીઠાનો દાણો હોઇ શકે ! આપણે આવા સાધુ બનવાનું છે. ન બન્યા હોઇએ તો પોતાના આત્માને એ રીતે શીખામણ આપવાની છે. શુદ્ધ દયાના પાલન માટે તો આપણે સાધુપણું સ્વીકાર્યું છે. એ દયા જ આપણા હૃદયમાં ન હોય તો સાધુપણું ક્યાં રહ્યું ? દરેક પ્રવૃત્તિ કરતાં વિચારો : હું સમિતિ-ગુપ્તિનું ખંડન નથી કરતો ને ? દયા- ધર્મથી ચુત નથી થતો ને ? * સમિતિના પાલનમાં કચાશ હોય તો ગુપ્તિનું પાલન સમ્યગ્ ન બની શકે. ઘણા મારી પાસે આવે છે ને કહે છે : મૌનની પ્રતિજ્ઞા આપો. ૧૫૨ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy