SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ગીતા : તે હિંસાદિક દ્રવ્યાશ્રય કરતો ચંચળ ચિત્ત, કટુક વિપાકી ચેતના મેલે કર્મ વિચિત્ત; આતમગુણને હણતો, હિંસક ભાવે થાય, આતમ ધર્મનો રક્ષક, ભાવ અહિંસક કહાય. || ૧૬ !. કાર્ય કરવાની અને કાર્ય કરતાં પહેલા જાણવાની આ બે આત્માની મુખ્ય શક્તિ છે. વીર્યગુણને કે જ્ઞાનગુણને સર્વથા કર્મ ઢાંકી ન શકે. પણ જ્યાં સુધી ઉપયોગ પરભાવરંગી બનેલો હોય ત્યાં સુધી કર્મબંધન ચાલુ. આપણે જ આપણી આસપાસ જાળ રચીએ છીએ. આપણી બેડીઓને મજબૂત કરીએ છીએ. એક આત્મપ્રદેશ કર્મ બાંધે બીજા આત્મપ્રદેશ કર્મ તોડે, એવું કદી ન બની શકે. કોઈપણ કાર્ય સૌ આત્મપ્રદેશો ભેગા મળીને જ કરે. આસક્તિના કારણે ખૂબ જ ચીકણા અશુભ કર્મો બંધાય છે. ક્યારેક શુભ કાર્યથી શુભ કર્મ બંધાય, પણ અંદરનો ઉપયોગ બદલાયો ન હોવાના કારણે શુભ અનુબંધ ન પડે. અનંતાનુબંધી કષાય અંદર પડેલો હોય તેવા જીવો એવા આવેશમાં હોય છે કે આટલુંક પણ જતું કરવા તૈયાર થતા નથી. આવા જીવ શુભક્રિયા કરે તો પણ અનુબંધ તો અશુભ જ પડે. યાદ રહે કે અનંતાનુબંધીની હાજરીમાં એક પણ ગુણ સાચી રીતે પ્રગટ થઈ શકે નહિ. “મેલે” એટલે “મેળવે', કર્મ બાંધે. અનંતાનુબંધી અને મિથ્યાત્વની હાજરીમાં જ નરકાયુ બંધાય. સમ્યક્તની હાજરીમાં તો વૈમાનિકનું જ આયુષ્ય બંધાય. દેવ હોય તો મનુષ્યાય બાંધે. ૦ આત્મગુણની હિંસા કરનાર ભાવ-હિંસક કહેવાય. સ્વભાવ ઘાતકી કહેવાય. આપણે બીજાને મારનારને હિંસક કહીએ છીએ, પણ ભાવપ્રાણની હિંસા કદી નજરમાં જ નથી આવતી. દ્રવ્ય હિંસા થઈ ગઈ હોય છતાં સ્વભાવદશામાં મુનિને હિંસાનો દોષ નથી લાગતો કે પૂજા કરનારને હિંસાનો દોષ પ૩૮ * * * * * * * * * * 8
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy