SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજનશાળાનો માલિક (ભગવાન) ભલે ને હાજર ન હોય, પણ ભોજન આપનાર રસોઈયો હાજર છે પછી તમારી તૃપ્તિ કોણ રોકે છે ? ભીખારી હોય, ભૂખ લાગી હોય, સામે ઘેબર તૈયાર હોય, તો એ ના પાડે ? ના પાડે તો એ કેવો કહેવાય ? આપણે એવા મૂર્ખ ભીખારી છીએ, સામેથી મળવા છતાં ના પાડીએ છીએ. ભૂખ્યાને જિમ ઘેવર દેતાં, હાથ ન માંડે ઘેલોજી.” - ઉપા. યશોવિ. છતાં રસોઈઓ (ગુરુ) દયાળુ છે. વિચારે છે : એ બિચારો ભીખારી રોગી છે. એનો ઈલાજ કરવાથી રુચિ ઊઘડશે. તેને તત્ત્વપ્રીતિકર પાણી (દર્શન) વિમલાલોક અંજન (જ્ઞાન) પ૨માત્ર ભોજન (ચારિત્ર) આપીશ તો ઠેકાણું પડશે. ને એમ કરીને એ ધીરે ધીરે ભીખારીને ઠેકાણે લાવે છે. ભીખારીના સ્થાને જાતને મૂકો. રસોઈઆના સ્થાને ગુરુને મૂકો. આ બધી વાત બરાબર સમજાઈ જશે. ૦ યોગ્ય દીક્ષાપત્યય વગર, જરૂરી જ્ઞાન અને આંતરિક પરિણતિની પરીક્ષા વગર જો વડી દીક્ષા આપવામાં આવે તો મિથ્યાત્વ, અનવસ્થા આદિ દોષો લાગે. ઉપસ્થાપના (વડીદીક્ષા) માટે ત્રણ મર્યાદા છે : જઘન્ય – ૭ દિવસ. મધ્યમ – ૪ મહિના. ઉત્કૃષ્ટ - ૬ મહિનામાં થાય. અમારી ૧૨ મહિને થઈ. પૂ. પદ્મવિ. મ. (પૂ. જીતવિ. મ.ના ગુરુ)ની ૧૩ વર્ષે વડી દીક્ષા થઈ, તે એમની અયોગ્યતાના કારણે નહિ, પણ પદવીધરની પ્રાપ્તિ નહિ થવાના કારણે. ૭ દિવસની મર્યાદા આપણા માટે નથી. અમુક સાધુ માટે જ છે. આમ ન કરે તેને મિથ્યાત્વાદિ લાગે. કહે છે * * * * * * * * * * * ૫૩૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy