SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ા છે કારતક સુદ ર ૧૦-૧૧-૧૯૯૯, બુધવાર સંસારમાં રખડતા-રઝળતા આપણા આત્માને અનંતા પુદ્ગલપરાવર્ત વીતી ગયા, ભવભ્રમણનો હજુ અંત નથી આવ્યો. મહાપુણ્યોદયે જ જિનવચન- શ્રવણ મળે. શ્રવણ સદ્ગુરુ સંયોગથી જ મળે. સગુરુ સંયોગ દુર્લભ છે. સદ્દગુરુસમાગમ યોગાવંચકપણાથી મળે. (૧) યોગાવંચક (૨) ક્રિયાવંચક. (૩) ફલાવંચક. આ ત્રણમાં પણ યોગાવંચકપણું જ દુર્લભ છે. ગુરુમાં તારકતાના દર્શન કરવા તે યોગાવંચકપણું છે. સમવસરણમાં ઘણીવાર જઈ આવ્યા, દેશના સાંભળી આવ્યા, પણ તારકભાવ પેદા ન થયો, એટલે બધું એળે ગયું. અત્યારે ભગવાન નથી, ભગવાનનું શાસન છે. એમાં તારક-બુદ્ધિ પેદા થઈ જાય તો કામ થઈ જાય. આત્મજ્ઞાનની સાચી ભૂખ લાગી હોય તો આજે પણ તૃપ્તિ થઈ શકે તેમ છે. પ૩૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy