SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ આવા પ્રભુને હૃદયમાં ધરીએ તો ભવોદધિ શોષાઈ જાય. એટલે ? આપણા હૃદયમાં ઉછળતો વિષય - કષાયનો સાગર ગાથા ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ : પૂજ્યશ્રી : ગુણોને ક્યાંય જગ્યા ન મળી, તેઓ પ્રભુમાં જઈ વસ્યા. દોષો ગુસ્સે થઈને ભાગ્યા. ભાગતા ભાગતા કહેતા ગયા : તમે ન રાખો તો કાંઈ નહિ, અમને રાખનારા ઘણા છે. શશિકાન્તભાઈ : પ્રાતિહાર્યોનું ધ્યાન શું આપે ? - અશોકવૃક્ષના ધ્યાનથી સાત લાભ : (૧) શોક નાશ. (૨) ક્ષુદ્ર જનોથી અનભિભવનીયા. (૩) વચનનું અપ્રતિકતપણું. (૪) રોગાદિની શાંતિ. (૫) સમર્પણ. (૬) અર્થોપાર્જનની ક્ષમતા. (૭) સૌભાગ્યનું અખંડિતપણું. સિંહાસન - ધ્યાનથી સાધક સ્થાનભ્રષ્ટ ન બને. - ચામર - ધ્યાનથી ચમરબંધીની સેવા ન કરવી પડે. છત્ર ધ્યાનથી જીવનમાં ભક્તનું છત્ર (આબરૂ) ઊડી ન જાય. ગાથા ૩૨-૩૩ : ભગવાન ચાલે ત્યાં પૃથ્વી સુવર્ણમય બને. ભગવાન ચાલે ત્યાં ઉપદ્રવ ટળે. મારા પગલાં પણ આપના આજ્ઞારૂપ તીર્થમાં પડે તો કામ થઈ જાય. ગાથા ૩૪ : સિંહ, હાથી આદિ પ્રતીકોથી ક્રોધ, અહંકાર આદિ દોષોના વિપ્નો ટળે – એમ સમજવાનું છે. ગાથા ૩૫, ૩૬, ૩૭ : દાવાનલાદિ રૂપ કષાયો પેદા થાય ત્યારે પ્રભુ ! આપનું નામ જળનું કામ કરે છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૧૧૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy