SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ અજરામર સ્થાન એટલે બ્રહ્મરંધ્ર. સમ્યગુ દષ્ટિ તે પામે. પ્રભુ ! આપ સ્વયં તીર્થકર છો, તેમ તીર્થ પણ છો. માર્ગ-દાતા છો, તેમ માર્ગ પણ છો ! રત્નત્રયી બતાવનારા જ નહિ, આપ સ્વયં રત્નત્રયી સ્વરૂપ છો. આ ગંભીર વાત અહીં બતાવી છે. ગાથા ૨૪-૨૫ : પૂજ્યશ્રી : પ્રભુ સર્વોપરિ સત્તા છે. એમનું ઐશ્વર્ય – આહત્ય ત્રણેય ભુવનમાં વ્યાપ્ત છે. પ્રભુ ! આપ અવ્યય – અવિનાશી, વિભુ (જૈનદષ્ટિએ જ્ઞાનરૂપે વ્યાપક), નિત્ય અને અચિંત્ય = વિચારો (વિકલ્પો)થી પામી ન શકાય તેવા છો. અસંખ્ય = ગુણોથી આપ “અસંખ્ય છો. તીર્થની આદિ કરનારા છો, માટે આદ્ય છો. પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્તિથી પરબ્રહ્મ છો; ઐશ્વર્યથી ઈશ્વર છો. શરીર ન હોવાથી અનંગકેતુ છો. યોગીઓના નાથ, યોગીશ્વર છો. એક ઃ ચેતના લક્ષણથી અને અનેક સંખ્યાથી છો. ગાથા ૨૬ : થાઓ મારા નમન તમને દુ:ખને કાપનારા, થાઓ મારા નમન તમને ભૂમિ શોભાવનારા; થાઓ મારા નમન તમને આપ દેવાધિદેવા ! થાઓ મારા નમન તમને પાપને શોષનારા. પૂજયશ્રી : પ્રભુ ! માત્ર આપ મારી આધિ-વ્યાધિઉપાધિની મારી પીડા હરો, એમ હું નથી કહેતો, પણ આપના વિરહની પીડા હરો, એમ હું કહું છું. આપ ભૂમિના શૃંગાર છો. ‘મ: શિક્તિ ' ના ન્યાયે આપ પૃથ્વી પરના માણસોની શોભારૂપ છો. માણસ ત્યારે જ શોભે જ્યારે તે પ્રભુને વસાવે. માટે જ પ્રભુ ! આપ મારાથી દૂર નહિ થતા. આપ મારા અનન્ય અલંકાર છો. કારણ કે આપ જ ત્રણ જગતના નાથ છો. ૫૧૮ * * * * * * * * * * * * * કહે :
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy