SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ અબાધ સિદ્ધાંત : વચનાતિશય, અમર્ય પૂજ્ય : પૂજાતિશય. આ ચાર વિશેષણો કલિકાલ સર્વશે આપ્યા છે. ગાથા ૧૯ : છે માત્ર જ્ઞાનાદિની નહિ, પ્રભુ ! આપની સાથે મારે ઓતપ્રોત થવાની જરૂર છે. ખેતરમાં પાક થઈ જાય પછી વરસાદની જરૂર નથી તેમ, આપની સાથે ઓતપ્રોત થઈ ગયા પછી આપની જરૂર નથી. ગાથા ૨૦ : જ્ઞાન યથા... રત્નનું તેજ કાચમાં ન આવે. પ્રભુ ! આપના જેવું કેવળજ્ઞાનનું તેજ બીજા દેવોમાં ન હોઈ શકે. એક જ દેવ ઉપાસ્ય જોઈએ. એક સાથે ઘણા દેવદેવીઓની ઘણીવાર આરાધના કરીએ છીએ. આપણે ભલે બીજાનો અનાદર ન કરીએ, પણ સાથે સાથે સમકક્ષ પણ ન બનાવીએ. અમેરિકા આદિમાં અરિહંતની મૂર્તિ સાથે બીજી અનેક મૂર્તિઓ જોવા મળે. તેઓ કહે : અમે તો બધાને માનીએ. હું કહું : આમ અરિહંતની ભક્તિ ન થાય, ન ફળે. ગાથા ૨૧ : પૂ. આચાર્યશ્રી... પ્રભુ ! આપને જોયા પછી કોઈ જોવા લાયક લાગતું નથી. મારું મન આ ભવમાં જ નહિ, ભવાંતરોમાં પણ બીજે નહિ ઠરે. ગાથા ૨ ૨ : સ્ત્રીણાં... * તારા અગણિત છે. સૂર્ય એક છે. પ્રભુ ! મારે મન તું એક છે. પ્રભુની માતા છે : કરુણા... પ્રભુને હૃદયમાં લાવવા હોય તો કરુણા લાવવી પડશે. ગાથા ૨૩ : પૂજ્યશ્રી... પ્રભુ! મૃત્યુંજયી આપ જ છો. આપને પામીને લોકો મૃત્યુનો જય કરી શકે છે. પ્રભુ અજરામર છે. ભક્તને પણ અજરામર બનાવે. જરા - મૃત્યુના નિવારણથી જ અજરામર બની શકાય. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૧૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy