SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ આ તો ચામડાની આંખ છે. પણ શ્રુતજ્ઞાનની આંખથી તમે ઊર્ધ્વ લોકસ્થિત સિદ્ધોને, મધ્યલોકના મેરુ પર્વતને, અધોલોકની સાતેય નરકોને અહીં બેઠા-બેઠા જોઈ શકો છો. સર્વ દ્રવ્ય - ક્ષેત્રાદિને શ્રુતજ્ઞાની જુએ, પણ પર્યાયનો અનંતમો ભાગ જ જુએ. જ્યારે કેવળજ્ઞાની સર્વ દ્રવ્ય, સર્વ પર્યાયો જાણે. ૦ આત્મા સ્વયં જ્ઞાનરૂપ છે. જ્ઞાનથી આત્મા ને આત્માથી જ્ઞાન જુદું નથી. તંતુથી વસ્ત્ર ને વસ્ત્રથી જેમ તંતુ જુદું નથી. ચારિત્ર પદ : _ 'आराहिअ खंडिय सक्किअस्स, નમો નો સંગમ વરિઅસ... ' - જ્ઞાનની જેટલી નિર્મળતા, ચારિત્રની પણ તેટલી જ નિર્મળતા સમજવી. જ્ઞાન બીજ છે તો ચારિત્ર ફળ છે. વૃક્ષની શોભા ફળથી છે. ફળ વગરનું વૃક્ષ વાંઝિયું કહેવાય તો ચારિત્ર વગરનું જ્ઞાન પણ વાંઝિયું નહિ ? - ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિરતા. . 'अकसायं खु चारित्तं कसाय सहिओ न मुणी होइ ।' અકષાય એ જ ચારિત્ર, કષાયસહિત મુનિ ન હોય. 5 કષાય ચારિત્ર મોહનીય કર્મ છે. ચારિત્રાવરણીય કર્મની હાજરીમાં ચારિત્ર શી રીતે હોઈ શકે ? માટે જ કહું છું : જ્યારે તમે કષાય કરો છો, તે જ ક્ષણે ચારિત્ર ભાગી જાય છે. ચારિત્રની ચોખ્ખી વાત છે : “જ્યાં કષાય હોય ત્યાં હું ન રહી શકું. તમારે કોને રાખવો છે ? કષાયને કે મને ?' એક તરફ તમે કહો છો ? મારે સંસારમાં રહેવું નથી. ઝટપટ મોક્ષે જવું છે, ને બીજી તરફ તમે કષાય કર્યા કરો. આ શી રીતે ચાલે ? કષ = સંસાર આય =લાભ કહે : ગ = = * * * * * * * * ૪૪૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy