SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં અસહકારની લડત બંધ રહી, પણ એને અંત આવ્યો ન હતો. રાષ્ટ્રિય લડતમાં ગુજરાતે સત્યાગ્રહ અને અસહકાર કરીને એક અનોખી ભાત પાડી હતી. નાગપુર ઝંડા-સત્યાગ્રહ (૧૯૨૩) ૧૯૨૨ ના ઑગસ્ટમાં ઝંડા સત્યાગ્રહનું બીજ જબલપુરમાં રોપાયું. એ સમયે સવિનયભંગ-તપાસસમિતિ જબલપુર ગઈ હતી. ત્યાંની સુધરાઈએ હકીમ અજમલખાનને માનપત્ર આપ્યું. સુઘરાઈના ટાઉન હોલ પર યુનિયન જક ચડાવવો કે યુનિયન જેક સાથે કોંગ્રેસને રાષ્ટ્રિય ધ્વજ ચડાવવો એ પ્રશ્ન પર વિવાદ થયે. વિવાદના અંતે કોંગ્રેસને રાષ્ટ્રિય ધ્વજ ચડાવવામાં આવ્યું આ પ્રશ્ન પર બ્રિટિશ સંસદમાં પ્રશ્નોત્તરી થઈ અને એ પરથી હિંદની સરકારે કડક નીતિ અપનાવી. એ પછીના બનાવો અને પ્રસંગો ઝડપથી બનતા ગયા. સરદારે ગુજરાત પ્રાંતિક સમિતિ પાસે ઠરાવ કરાવી નાગપુર ઝંડા–સત્યાગ્રહ માટે સૈનિકે મોકલવાનું નક્કી કરાવ્યું. એ અનુસાર મોહનલાલ પંડયા(ડુંગળીચોર)ની આગેવાની નીચે ૭૫ સ્વયંસેવકેની ટુકડી તૈયાર કરીને મોકલાઈ. એ પછી દેશના તમામ પ્રાંતમાંથી સ્વયંસેવકો મોકલવાના ઠરાવ થયા અને ટુકડીઓ રોજે રોજ નાગપુર મોકલાતી રહી અને એમની ધરપકડ થતી રહી. ગુજરાતની ટુકડીમાં ગોકુલદાસ તલાટી, રવિશંકર મહારાજ વગેરે મળી કુલ ૧૫ જણ પકડાયા અને એમને દરેકને છ માસની સખત કેદની અને એક માસની સાદી કેદની સજાઓ થઈ હતી. ૧૭ મી જૂને સરકારે સરઘસ અને ઝંડાબંધી આખા સિવિલ લાઈન્સ વિસ્તાર ઉપરાંત શહેર-સુઘરાઈ સરહદને લાગુ કરી, છતાં સત્યાગ્રહીઓ આવતા રહ્યા. એઓ સરહદમાં પ્રવેશ કરે એ પહેલાં પકડી લેવાતા. ૩ જી જુલાઈએ ડે. ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ ૪૫ જણની ટુકડી નાગપુર જતાં જ પકડાઈ ગઈ. એવી રીતે અમદાવાદથી દયાશંકર ભટ્ટ અને પરીક્ષિતલાલ મજમૂદારની આગેવાની હેઠળની ટુકડી નાગપુર પહોંચે એ પહેલાં પકડી લેવાઈ. સત્યાગ્રહીઓને નાગપુર જતા અટકાવવા સરકારે નાગપુર જવાની રેલવેટિકિટ ન મળે એવાં પગલાં લેવા માંડ્યાં એટલે અમદાવાદથી સુરેંદ્રજીની સાત ટુકડી પગરસ્તે ત્યાં જવા નીકળી. ડો. ધિયાની સરદારી નીચે ૪૮ ની ટુકડી ૩૧ મીએ નાગપુર પહોંચી અને પકડાઈ ગઈ. હવે સત્યાગ્રહીઓની ટુકડીઓએ જૂહ બદલ્ય. એક જ જણ એક વખતે ધ્વજ લઈને જાય, જેથી એને સરઘસની
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy