SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ આઝાદી પહેલાં અને પછી વ્યાખ્યામાં સમાવેશ ન થાય. આથી એક વ્યક્તિને પકડવી કે નહિ એને મૅજિ સ્ટ્રેટને વિચાર કરવા પડયો. આવા સ ંજોગામાં સરકારે રાજકીય કેદીઓ પર સખતાઈ કરી ખૂબ પજવણી કરવાની નીતિ અપનાવી. કોંગ્રેસ કારાબારીએ હવે નાગપુર ઝંડા-સત્યાગ્રહનું સુકાન સરદાર વલ્લભભાઈને સાંપ્યું સરદારે જુલાઈની ૨૨ મીએ નાગપુર પહેાંચી લડતને વ્યવસ્થિત કરી. સ્ત્રીઓની ટુકડીના પણ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. દરમ્યાન વિઠ્ઠલભાઈએ ધારાસભામાં આ સત્યાગ્રહ પાછા ખેંચાય એ માટે સરકારને અનુરોધ કરતા ઠરાવ પસાર કરાવ્યા, પણ ગવનરે એ રદ કર્યા.૬૪ સરકાર પણ આ સત્યાગ્રહનું સ્વરૂપ જોઈ સમાધાન થાય એ મ!ટે આતુર હતી, એ અંગે વિઠ્ઠલભાઈ ગવર અને સરદાર વચ્ચે વાટાઘાટા ચાલી. સભાસરઘસના મનાઈ હુકમની મુક્ત પૂરી થવાના આગલા દિવસે સમાધાન સધાયું. નવા મનાઈ હુકમ ન નીકળ્યા, પણ પોલીસ સુપરિન્ટેડન્ટની રા સિવાય સરઘસ નહિ કાઢવાની જાહેરાત કરાઈ હતી. સરદારે સેટી કરવા પત્ર લખીને સિવિલ લાઇન્સમાંથી સરઘસ કાઢવું અને પૂરી શાંતિથી એ પસાર થઈ ખ્રિસ્તી દેવળ સુધી ગયુ` એમ છતાં પેાલીસે કાઈ પગલાં ન લીધાં. આમ આ ઝડા-સત્યાગ્રહના વિજય થયા. સરદારે ઝંડાસત્યાગ્રહને પૂરા થયેલા જાહેર કર્યો. આ પછી સરદાર વલ્લભભાઈએ ગુજરાતના કરતાં રાષ્ટ્રિય કક્ષાના નેતા તરીકે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવવા માંડયો. ૧૯૨૨ ના પ્રારંભમાં સરકારે ગાંધીજીને પકડયા. એ પછી તરત જ સરદારે ગુજરાતીઓ માટે નિવેદન પ્રગટ કરી, એએ ગાંધીજીને સમજે એ માટે ‘સિપાઈની ફરજ' જેવા લેખ લખ્યા. એમણે ગુજરાતીને અને કાર્ય કરાને પરદેશી કાપડના બહિષ્કાર, ખાદીનું વેચાણુ અને રાષ્ટ્રિય શિક્ષણ વગેરે માટે કાર્ય કરવા અનુરોધ કર્યો. એ દિશામાં કામ પણ થયાં. ગાંધીજીએ જેલમાંથી છૂટયા બાદ ગુજરાતને અને ગુજરાતની નેતાગીરીએ કરેલાં રચનાત્મક કાર્યોને બિરદાવ્યાં અને સરદારને એમણે ‘ખેરસદના રાજ' તરીકે ઓળખાવ્યા. સરદારે નાગપુર ઝંડા-સત્યાગ્રહના સમયમાં ખેારસદ સત્યાગ્રહ પણુ સફળતાપૂર્વક ચલાવ્યો હતા. ૧૯૨૪ માં ગાંધીજી કૅૉંગ્રેસના પ્રમુખ બન્યા અને સ્વરાજ્ય-પક્ષને છૂટા દર આપ્યા, પણ ૧૯૨૪ થી ૧૯૨૮ સુધીના સમયમાં દેશમાં એક પ્રકારની રાજકીય મંદી આવી ગઈ હતી, છતાં ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમને સરદાર વેગ આપતા રહ્યા હતા. દાંડીકૂચ (૧૯૩૦-૩૧) ૧૯૨૯ ના ડિસેમ્બરમાં લાહાર ખાતે કેંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યને ઠરાવ થયા. ૧૯૩૦ ના જાન્યુઆરીની ૨૬ મી તારીખે ‘સ્વાત’ત્ર્ય ટ્વિન' ઊજવવાને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy