SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય ૩૪૯ સાથે રાખી પંચશીલની ભાવના કે નીતિની કરેલી પુરસ્કૃતિ, શસ્ત્રદડ અને અણુબોમ્બ જેવાં વિનાશક અસ્ત્રોની સામે એણે કર્યા કરે વિરોધ, પંચાયતરાજ દ્વારા લેકશાહી વિકેંદ્રીકરણને એણે આદરેલે પ્રવેગ, યુદ્ધનાબૂદી અને શાંતિ માટે એણે સેવેલે અને પ્રબોધેલે આગ્રહ, મોટા ઉદ્યોગની સાથે ખાદી અને લઘુ તથા કુટિર પ્રકારના ગ્રામોદ્યોગને ઉત્તેજન આપવાની એણે અખત્યાર કરેલી નીતિ–આ બધું ગાંધીવિચાર ચાલુ અને પ્રભાવક રહ્યાની સાક્ષી પૂરે એવું છે. વિનેબાની ભૂદાન-પ્રવૃત્તિ ગ્રામાભિમુખ સર્વોદયમૂલક અહિંસક ક્રાંતિને અભિલક્ષતી હાઈ એ પણ ગાંધીજીના કાર્યને આગળ લઈ જતું એનું વિસ્તરણ જ હતું. આમ છતાં, ચોક્કસ સમયનિર્દેશની સગવડ સારુ સ્વરાજ્યશાસનના પ્રારંભ અને ગાંધીજીના મૃત્યુ પછીના સમયને “સ્વાતંત્તર કે સ્વરાજ્યને યુગ” કહેવામાં વાંધે નથી. એ સમયની મૂરતવંતી ત્રણ સિદ્ધિ તે વિસ્થાપિતેનું પુનઃસ્થાપન, દેશી રાજ્યનું વિલીનીકરણ અને ભારતને સમાજવાદને વરેલું બિન-મઝહબી ગણતંત્ર જાહેર કરતા સમવાયી પ્રકારના રાજયબંધારણની પ્રજાને અપાયેલી ભેટ. એ પછી તરત પંચવર્ષીય યોજનાઓ દ્વારા હાથ ધરાયેલો રાષ્ટ્રનો સર્વાગી વિકાસ તેમ નવોત્થાનને પ્રચંડ પુરુષાર્થ વિનેબાના ભૂદાનયજ્ઞના જેટલું જ ઉત્સાહી અનુમોદન સાહિત્યસર્જકે પાસેથી પામે છે. એક કવિએ તે પિતાના કાવ્યમાં એમ કહી નાખ્યું કે હવે મને પરવું નહિ ગમે, મારે દેશને આ ભવ્ય જીવંત પુરુષાર્થ જોવા વધુ જીવવું છે. ભૂદાન–પ્રવૃત્તિએ એના પ્રેરક-પ્રબંધક વિનેબાને પ્રશસ્તિથી નવાજતાં અને એમના સંદેશના વાહક અને અનુમોદક બનતાં સંખ્યાબંધ કાવ્ય શિષ્ટ વર્ગના તેમ દુલા કાગ જેવા લેક-કવિના વર્ગના કવિઓ પાસે લખાવ્યાં છે. સ્વરાજ્યના પહેલા દસકામાં પ્રથમ વડોદરા ખાતે અને પછી અમદાવાદ મુકામે એમ બે યુનિવર્સિટી અને પછી આણંદ પાસે વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી, એમ ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ. ગુજરાત ખાતે સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર વડોદરાના મહારાજા સયાજીરાવને પ્રથમ આવેલું અને એમણે ૧૯૨૬ માં એ અર્થે મુનશી અને ગુજરાતના વિદ્વાનની પાસે એનાં યોજના અને સ્વરૂપ વિચારાવ્યાં હતાં તેથી વડોદરા ખાતે સ્થપાયેલા નિવાસી યુનિવર્સિટીની આગળ એ રાજવીનું નામ જોડવામાં આવ્યું એ ઉચિત હતું. આ યુનિવર્સિટીએ માં ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ-પરીક્ષણનું માધ્યમ ગુજરાતી બનાવી જુદા જુદા અભ્યાસ-વિષયેના અંગ્રેજી પારિભાષિક શબ્દના સમાનાથે ગુજરાતી શબ્દની પુસ્તિકાઓ તે તે વિષયનાં ગુજરાતીમાં લખાતાં
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy