SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ આઝાદી પહેલાં અને પછી થયેલાં પાઠ્યપુસ્તકેની સહાય અર્થે તૈયાર કરાવી એ એક સારું કામ થયું. ત્રણે યુનિવર્સિટીઓ તરફથી પુસ્તક પણ પ્રકાશિત થવા લાગ્યાં, જેમાં વડોદરા યુનિવર્સિટીની પ્રાચીન ગુર્જર ગ્રંથમાળાના મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંશોધિત સંપાદનેએ એતદ્વિષયક પુરોગામી કાર્યને આગળ લંબાવ્યાની સેવા એના સંપાદક ડે. ભોગીલાલ સાંડેસરાના ઉત્સાહથી બજાવી છે. આ દસકામાં ગુજરાતી સાહિત્ય પરિષદે વધુ લોકશાહી સ્વરૂપ પકડી નવી કૃતિ દાખવવાનું આરંભ્ય એ પણ નેધવું જોઈએ. ભાષાવાર રાજયરચનાએ પ્રદેશભાષાઓના વિકાસને માટે પ્રથમ દ્વિભાષી મુંબઈ રાજયને અને પછી સ્વતંત્ર ગુજરાત રાજ્યને સૂઝતાં પગલાં લેવા પ્રેર્યા એને આરંભ પણ આ દસકામાં રાજય તરફથી વરસમાં પ્રગટ થયેલા સાહિત્યના જુદા જુદા પ્રકારો કે સ્વરૂપનાં પુસ્તકોમાંથી ઉત્તમ ને માતબર રકમના પુરરકારથી નવાજવાનું આરંભાયું એ તથા લોકસાહિત્ય સમિતિની સ્થાપના સાહિત્યને ઉપકારક પ્રવૃત્તિ હતી, તો રાજ્યવહીવટ પ્રદશભાષામાં કરવાનું શરૂ થયું એ ભાષાને ઉપકારક સેવા સ્વરાજયશાસનની કહેવાય. ગુજરાત-મહારાષ્ટ્રના લેકવિરોધ વચ્ચે શરૂ થયેલા દ્વિભાષી મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થઈ ૧ મે, ૧૯૬૦ ના રોજ અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યની વિધાનસભાએ જે પહેલે અધિનિયમ (Act) પસાર કર્યો તે ગુજરાતી અને હિદીને પોતાની રાજ્યભાષા (official language) બનાવવાને હતો. “વહીવટી શબ્દશ”, “માર્ગદર્શિકા', એ બેઉની પુરવણી, “સરકારી લેખન-પદ્ધતિ', કાયદાના પારિભાષિક શબ્દોને કષ' જેવાં પુસ્તક જે એ હેતુની સિદ્ધિઓને મદદગાર થવા તૈયાર કરાઈ પ્રકાશિત થયાં તેઓને સમય આની પછીના દસકામાં આવે છે. પરિભાષા અને દેશની વાત થઈ તે એવા ભાષા-સાહિત્યના અધ્યયનને સહાયક અનિવાર્ય સંદર્ભગ્રંથોની બાબતમાં આ અગાઉ આ ગ્રંથની સમયમર્યાદામાં થયેલા કાર્યને પણ ઉલ્લેખ અત્રે કરવો આવશ્યક બને છે. ગૂજરાત વિદ્યાપીઠને જોડણીકોશ' પ્રથમ તે જોડણીકેશ જ હતો, પણ પછીની દરેક આવૃત્તિ વેળાએ જોડણી સાથે અર્થ બતાવતાં વધુ ને વધુ શબ્દને કેશ બનતે ગયો છે. ગુજરાત વર્નાકયુલર સેસાયટીએ કેટલાંક વર્ષો પહેલાં ગુજરાતી ભાષાને કેશ” તૈયાર કરાવી છપાવ્યું હતું. (એ સંસ્થાએ “પૌરાણિક કથાકેશ” તથા “ફારસી-અરબી કોશ' પણ પ્રગટ કરેલ છે.) એ કેશના પુનરાવર્તનના એક ભાગરૂપે 'વર્ણ પૂરત કેશ સ્વ. કેશવલાલ ધ્રુવે નમૂનારૂપે તૈયાર કરી આપેલ તે એમના અવસાન પછી એ સંસ્થા એ પ્રગટ કર્યો છે. ગુજરાતી વિદ્વાનોએ અંગ્રેજી શબ્દના યોજેલા
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy