SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ આઝાદી પહેલાં અને પછી થતી, “જદુનાથ! જદુકુળ સંહારિયું, મનુકુળ માં સંહારશો ધર્મભૂલ્યાં અને “પરમેશ! પધારે, સ્થિરાવો ધરા” એમ પ્રભુને પ્રાર્થતી અને ચોથા ખંડમાં નથી દેશ કે વેશ, પ્રજાનાં ઘમંડ, એક માનવ માનવતામાં રમે' એવા “જગમંદિરને અભિલષતી “સંગ્રામચોક એ કાવ્યરચના પણ ખાસ બેંધપાત્ર છે. પેલા અનુભવો તેમજ વિશ્વયુદ્ધનાં વરસમાં જ ખેલાયેલ “હિંદ છોડોને મરણિયે જંગ અને પરદેશી સત્તાનું એવું જ ઝનૂની દમન વાર્તા નાટક નવલકથા કવિતા વગેરે સાહિત્યસ્વરૂપમાં આલેખન પામ્યા વિના રહ્યાં નથી. ભારતવર્ષની બહાર એ જ ગાળામાં નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આઝાદ હિંદ ફોજ અને એનાં પરાક્રમ આપણને પોરસ ચડાવે તેવાં હાઈ નેતાજી અને એમની ફેજ વિશે ઠીક ઠીક સાહિત્ય પ્રકાશિત થયું હતું એની અત્રે નેંધ લેવી ઘટે; જોકે એમાં પત્રકારત્વના અંશ સ્વાભાવિક રીતે વધુ હતા. એના પછીની મહત્વની એતિહાસિક ઘટના છે ૧૯૪૭ની ૧૫ મી ઑગસ્ટની મધ્યરાત્રિએ ભારતવર્ષ માટે કાયમ માટે યાદગાર બનાવતી સ્વાતંત્ર્યપ્રાપ્તિ, એને જેમ દેશ સમસ્તના તેમ ગુજરાતના કવિવંદે હરખથી છલકાતા હૃદયે વધાવી છે. પ્રજાને સહસ્ત્રમુખી ઉમળકે જ એમાં અભિવ્યક્ત થયું હતું. દેશના પડેલા અનિચ્છિત ભાગલાની વેદનાને અંતરમાં ઢબૂરી દઈને એ ઉમળકે પરશાસનમાંથી મુક્તિના આનંદરૂપે વ્યક્ત થયું હતું, પણ એ આનંદને ખારો ઝેર કરી મૂકે તેવી ભાગલાના પરિણામરૂપ ઝેરનાં વમન દ્રુષ હિંસા લૂંટ બળાત્કાર અને ધર્માતરનાં વિનાશક બળાએ વર્તાવેલ કેર, બે કોમોની સામસામી કલેઆમ, પ્યારા વતનમાંથી ઘરબાર ને મિલકત છેડી બંને કેમોને કરવી પડેલી સામૂહિક હિજરત, હિંદુ-મુસ્લિમ એકતા ને બંધુત્વ માટે વર્ષો સુધી મથેલા ગાંધીજીનો દારુણ મને વ્યથા અને અંતિમ તપશ્ચર્યા પછી થયેલી એમની અણધારી હત્યા–એ સર્વ કરુણ ઘટનાઓના સાક્ષી સૌને બનવું પડયું. સંવેદના-પ્રાણુ સાહિત્યકારો એના આઘાત–પ્રત્યાઘાતને સાહિત્યમાં વાચા આપ્યા વિના ન જ રહે. એમાંય ગાંધીજીના દેહાંતના પ્રકારે વેદનાથી સમસમો લાગણીભીને અને પૂજ્યભાવભર્યો જે અર્થ કવિગણે એમને આપે છે તેની સાહિત્યિક મૂલ્યવત્તા ઓછી નથી. એ પછીના દસકાને સ્વાતંત્તર વિશેષણથી નવાજવો હોય તે ભલે, બાકી એનેય “ગાંધીયુગ'માં સમાવવો હોય તે એમ થઈ શકે એમ છે. અલગ પડેલા ભારતે સલુકાઈથી અલગ સ્થપાયેલા પાકિસ્તાન સાથે જાળવેલે મૈત્રીસંબંધ, પંડિત જવાહરલાલ નહેરુએ ઘડેલી અને અત્યાર સુધી પળાયેલી નવા ભારતની તટસ્થતાવાદી વિદેશ નીતિ, ભારતે ચીન અને અગ્નિ એશિયાના દેશને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy