SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય ૩૪૭ શાસનને વિશેષ પરિચય થતાં સામ્યવાદી વિચારસરણું ભણના આકર્ષણમાં ઠીક ઠીક ઓટ આવેલી સાહિત્યમાં દેખાય છે. એ બાબતમાં છેલ્લું વલણ વાદના આગ્રહનું મોટી માનવપ્રેમનું બની રહ્યું છે એમ કહેવામાં હરક્ત નથી. સાહિત્ય ઉપર પ્રભાવ પાડનાર વ્યક્તિવિશેષમાં ગાંધીજી અને કાર્લ માર્કસ ગણાવ્યા તે એવો જ વિશિષ્ટ પ્રભાવ પાડનાર માનસશાસ્ત્રી ફેઈડની વાત પણ કરવી જોઈએ. સાહિત્યને સનાતન વિષય માનવી અને જુદા જુદા સંદર્ભમાં એનાં વૃત્તિ વ્યાપાર અને તબેરિત વર્તન છે. પ્રતિભાશાળી સાહિત્યસર્જકે પરકાયાપ્રવેશના એમને સહજસિદ્ધ અને આવશ્યક એવા કીમિયાથી માનવીનું જીવંત આલેખન કરતા જ આવ્યા છે. શેકસપિયરને કે પ્રેમાનંદને માનસશાસ્ત્રનાં પુસ્તક વાંચવાં પડ્યાં નથી, પણ માનસશાસ્ત્રનું અધ્યયન અર્વાચીન યુગમાં વધતાં અને ખાસ તે ફૉઈડ અને એના થોડા સમયના બે સમર્થ સાથી જુગ અને ઍડલરનાં માનવ-માનસનાં અધ્યયન-સંશોધન-તારણ પાશ્ચાત્ય સાહિત્ય પર અસર કર્યા વિના રહ્યાં નથી. કથાત્મક સાહિત્યમાં ઘટના કરતાં પાત્રચિત્રણ ઉપર અને એમાંય પાત્રનાં અપ્તરંગી મનોગત ઊંડાણ અને સૂક્ષમ જટિલ વૃત્તિવ્યાપારોના અદલ નિરૂપણ ઉપર વિશેષ, અને બીજા પર તે પૂરો, ભાર મુકાતાં પાત્રોના આંતરચેતનાપ્રવાહ(Stream of conciousness)ના ઝીણવટભર્યા નિરૂપણનું જે ગૌરવ થયું છે તેમાં ફોઈડની અને આધુનિક માનસશાસ્ત્રની અસર પ્રભાવક રહી કહેવાય. ગુજરાતી લેખકેએ પિતતાની શક્તિ અને ફાવટ પ્રમાણે પિતાના સર્જનમાં પાત્રોના ભીતરને રજૂ કરવાની કળા કે આવડત વિચાર વિષય-સમયાવધિમાં બતાવી છે. એ પછીના ગાળામાં એની ઉપર વધુ ને વધુ લક્ષ અપાતું થયું છે. આ જોતાં ફેઈડની અસર સાહિત્યની બાબતમાં વિશેષ સ્થાયી રૂપની ગણાય. ઈ.સ. ૧૯૩૯ થી ૧૯૪૫ નું બીજુ વિશ્વયુદ્ધ લડાયું તે હતું ભારતવર્ષની બહાર, યુરેપ આફ્રિકા અને એશિયાની ભૂમિ ઉપર, પણ બ્રિટિશ સત્તાએ ભારતવર્ષનેય એમાં ભાગીદાર બનાવ્યું હોઈ એની પરોક્ષ અસરરૂપે અંધારપટ રેશનિંગ કાળાબજાર નફાખોરી મોંઘવારી, બંગાળને કારણે દુકાળ, જાપાની આક્રમણને ફફડાવતે ભય, આ બધાંના અનુભવમાંથી પ્રજાને પસાર થવું પડયું હતું. “સંદરમ” અને ઉમાશંકર જેવા કવિઓ પાસેથી જગતના આ ભીષણ સંગ્રામ એક બે કાવ્યરચનાઓ કઢાવી નથી એમ નથી, પણ એનાથ ખરા ધૂણી ઊઠયા તે જણાયા હતા બળવંતરાય ઠાકોર. એમની ઠીક ઠીક રચનાઓ મળી છે. કવિશ્રી નાનાલાલની “ધ્રાંગડ ધ્રાંગડ બાજતા જગે કાળના ઢોલ” એ પંક્તિથી શરૂ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy