SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ આઝાદી પહેલાં અને પછી યટીઓનું ૬૪ અને ૭૬ ટકા ધિરાણ મુદત વીતી ગયેલ બાકી તરીકે હતું. તાલુકાનાં તાલકદારી ત અને શાહકારે-વેપારીઓનાં જોડાણ અને ૧૯૨૦ પછીની વિશ્વવ્યાપી મંદી તથા અસહકારની લડતે પણ સહકારી પ્રવૃત્તિના વિકાસમાં અવરોધરૂપ બની હતી. ભરૂચ અને સુરત જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ ઠીક વિક્સી. હતી. ૧૯૨૪-૨૫ માં સુરત જિલ્લામાં ૧૪૪ ખેત-ધિરાણ સહકારી મંડળી હતી. સુરત જિલ્લાના જહાંગીરપુરામાં સૌ-પ્રથમ સહકારી જીનિંગ ફેકટરી ૧૯૨૭ માં સ્થપાઈ હતી. ૧૯૩૮-૩૯ માં ભરૂચમાં ૧૫૯ ખેતધિરાણ સહકારી મંડળી હતી. આમ સુરત અને ભરૂચ જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ દષ્ટિવાળા સહકારી કાર્યકરો તથા નિષ્ઠાવાન ખેડૂતને લીધે વિકસી રહી હતી, જ્યારે ઉત્તર ગુજરાત, અમદાવાદ તથા ખેડા જિલ્લાઓમાં લેનના હપ્તા ૧૯૩૧ માં લંબાવવામાં આવ્યા છતા ઘણી રકમ ખેડૂતે પાસે બાકી હતી. ૧૯ર૭ માં ચાર લાખ ખેડૂત અને ગતિવાઓ પૈકી ૪૪,૩૨૬ વ્યક્તિ સહકારી મંડળીનાં સભ્ય હતાં. ૬૬ ૧૯૨૫ થી ૧૯૪૭ દરમ્યાન બિનકાર્યદક્ષ મંડળીઓ ફડચામાં ગઈ હતી. આ ગાળે વિકાસને બદલે દઢીકરણને હતે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અનાજ ખાંડ કાપડ કેરોસીન વગેરેની માપબંધી થતાં લેક પરેશાન થઈ ગયા હતા. સરકાર ખેડૂતો પાસેથી ફરજિયાત અનાજ ઉઘરાવતી હતી, આથી આ મુશ્કેલીમાંથી બચવા લોકેએ કન્ઝયુમર સ્ટોર શરૂ કર્યા હતા. મોટા ભાગની પ્રાથમિક ખેતધિરાણ સહકારી મંડળીઓનું સેવા સહકારી તથા વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓમાં રૂપાંતર થયું હતું અને ધિરાણ ઉપરાંત બિયારણ ખાતર કપાસિયા ખોળ જતુનાશક-દવાઓ વગેરે તથા ખેડૂતોને પાક સંઘરી ફાયદાકારક રીતે વેચાણ કરવાનું કાર્ય પણ હાથ ધરવાનું શરૂ થયું હતું. ખેડા જિલ્લામાં ઈદુલાલ યાજ્ઞિકે “ખરીદ-વેચાણ સંઘ” સ્થાપ્યો હતો. અનાજ ખરીદવાનું તથા અંકુશિત અને બિન–અંકુશિત માલનું વેચાણ કરવાનું ઉપાડી લીધું હતું. આ ઉપરાંત આણંદમાં આવી બીજી સંસ્થા સ્થપાઈ હતી. વડોદરા રાજ્યના વિસ્તારમાં પણ સેવા સહકારી ખરીદ વેચાણ મંડળીઓ તથા કન્ઝયુમર સહકારી મંડળીઓ વિવિધ ક્ષેત્રે ઊભી થઈ હતી. સને ૧૯૪૧ માં પાંચ બ્રિટિશ જિલ્લાઓ પૈકી અમદાવાદ ભરૂચ-પંચમહાલ ખેડા અને સુરતમાં અનુક્રમે ૮૫, ૩૪૦, ૯૦ અને ૧૩૪ સહકારી મંડળી હતી. ભરૂચ અંકલેશ્વર અને વાગરા તાલુકાના કપાસ ઉગાડનારાઓને નાણાંની
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy