SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ અને વિકાસ ૨૭૯ મંડળીઓ સ્થાપવાની કાયદાથી ભારત સરકારે જોગવાઈ કરી હતી. આનું અનુકરણ વડેદરા રાજ્ય કર્યું હતું. સહકારી ધારો ૧૯૧૪ થી અમલમાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં “કડી પ્રાંત ખેડૂત સભાએ સહકારી પ્રવૃતિ કપ્રિય બનાવવા મહત્ત્વને ફાળે આ હતું. પરિણામે ૧૯૧૫–૧૬ માં સહકારી મંડળીઓની સંખ્યા ૬૦ થઈ હતી. અમરેલી જિલ્લામાં ખેતધિરાણ સહકારી મંડળીઓની સંખ્યા ૧૯૧૮-૧૯ માં ૭૯ થઈ હતી. સને ૧૯૧૯ માં વડોદરા રાજ્ય સહકારી ખાતું શરૂ કર્યું હતું. ખેડા જિલ્લામાં ૧૯૧૩ સુધીમાં બીજી સાત મંડળી અસ્તિત્વમાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં ૧૯૧૬ માં ૧૨ સહકારી મંડળી હતી. સને ૧૯૧૮ પછી પ્રાંતમાં ધિરાજમુખી શાસન તળે સહકારી ખાતું પ્રાંતને વિષય બન્યું અને ૧૯૨૫ માં મુંબઈ ધારાસભાએ એ કે-ઓપરેટિવ સોસાયટીઝ એકટ” એ નામને કાયદો પસાર કર્યો. આ કાયદાથી એક જ પ્રકારની જરૂરિયાતવાળા તમામ લોકોને સહકારી મંડળી શરૂ કરવા સગવડ અપાઈ છે. ખેડા જિલ્લામાં ૧૯૨૦ સુધીમાં ૧૭ સહકારી મંડળી હતી. મહેસાણા જિલ્લામાં ૧૯૨૦ માં ૬૩ સહકારી મંડળી હતી. અમરેલી જિલ્લામાં ૧૯૧૮-૧૯ માં ૭૯ સહકારી મંડળી હતી. ૧૩ દેશી રાજ્યો પૈકી વડોદરા રાજ્ય ઉપરાંત ભાવનગર મોરબી ખંભાત લુણાવાડા, રાજપીપળા જૂનાગઢ અને પોરબંદર રાજ્યમાં સહકારી મંડળીઓ સ્થાપવામાં આવી હતી. ભાવનગરમાં ૧૯૧૬ માં સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ હતી. ૧૯૧૭-૧૮ માં ૩૩૯ મંડળી હતી. ૬૪ ૧૯૨૦ પછી જિલ્લામાં સહકારી મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી તરીકે તકસાધુઓ પેસી ગયા હતા. અતિવૃષ્ટિ તથા હિમને કારણે ૧૯૨૬-૩૨ દરમ્યાન લગભગ ૩૫ જેટલી સહકારી મંડળી ફડચામાં ગઈ હતી. પરિણામે જિલ્લા સહકારી બેન્ક પણ ફડચામાં ગઈ હતી. ત્યારબાદ નવ તાલુકાઓને આવરી લેતાં ત્રણ સુપરવાઈઝરી યુનિયન અસ્તિત્વમાં આવ્યાં હતાં. મંડળીના સભ્યોની આર્થિક સ્થિતિ તેમ દેવું ભરપાઈ કરવાની શક્તિ તપાસી ૧૦, ૧૫ અને ૨૦ વરસના વ્યાજના હતા કરી દેવામાં આવ્યા હતા. પંચમહાલમાં ૧૯૨૦-૧૯૨૩ દરમ્યાન દુકાળની અછત-પરિસ્થિતિ હતી. ઠકકરબાપાના પ્રયાસથી ૧૯૨૧ માં ૩૩ ખેત-ધિરાણ મંડળી શરૂ થઈ હતી તે વધીને ૧૯૨૮ માં ૬૯ સહકારી મંડળી હતી. ૧૯૨૪ માં જિલ્લાના કાલોલ અને ગોધરામાં નાગરિક સહકારી બેન્ક શરૂ થઈ હતી. અમદાવાદ જિલ્લે ખૂબ પાછળ હતે. ૧૯૨૭ માં ધંધુકા તાલુકાની છ સેસાયટી અને ઘેઘા તાલુકાની બે સેના
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy