SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ અને વિકાસ ૨૮૧ ખૂબ જરૂર હતી. સહકારી મંડળીઓ એમને સહાયરૂપ થઈ હતી. સુરત અને ભરૂચમાં ૨૫ થી ૫૦ ટકા સુધી કપાસનું વેચાણ ને લેવાનું કામ સહકારી મડળીઓ અને એમના જનપ્રેસ દ્વારા ૧૯૫૮-૫૯ માં થયું હતું. બેઠા અને સાબરકાંઠામાં પણ એની શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજ્ય આ દિશામાં સુંદર કાર્ય કર્યું હતું. ૧૯૪૮ પહેલાં સૌરાષ્ટ્રમાં કુલ ૨૮૮ સહકારી મંડળીઓ હતા તે પૈકી ૨૧૭ એટલે ૭૫ ટકા એકલા ભાવનગર જિલ્લામાં હતી. બીજી મડળીઓ જૂનાગઢ જિલ્લામાં હતી. કચ્છમાં આઝાદી પૂર્વ સહકારી પ્રવૃત્તિ હાથ ધરાઈ ન હતી. ખેતી માટે ધિરાણ કરતી સહકારી મંડળીઓ સિવાય સેવા સહકારી મંડળીઓ, પશુવીમે ઉતારનારોની, ઔદ્યોગિક મજૂરોની, વણકરોની, શાકભાજી ઉગાડનારાઓની, જંગલ–કામદારોની, પિયત કરનારાઓની, સહકારથી ખેતી કરનારાઓની, મજૂરી કરનારાઓની, ૩ ઊગાડનારા, એને લઢનારાઓની, માછીમારોની, કંસારાઓની, ચમઉદ્યોગકારોની, પગારદાર નોકરોની, મીઠું પકવનારાઓની, ઘર બાંધનારાઓની, દૂધ એકઠું કરી વેચાણ કરનારી, રબારી ભરવાડોની, ઘાસચારો પૂરા પાડનારાઓની મંડળીઓ આઝાદી પછી અસ્તિત્વમાં આવી છે. કપાસ ઉગાડનારાઓની ૧૯૫૯ માં ૩૯ મંડળી હતી. રબારી ભરવાડોની નાયકા અને બાવળામાં સહકારી મંડળી છે, પંચમહાલ ભરૂચ વડોદરા સુરત વલસાડ ડાંગ તથા જૂનાગઢ જિલ્લાઓમાં જંગલ સહકારી મંડળીઓ આવી છે. બારડોલી અને ગણદેવીમાં ખાંડઉદ્યોગ સહકારી ધરણે ૧૯૫૫ અને ૧૯૫૬ થી ચાલે છે. ૧૯૪૬ થી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ કામ કરે છે આણંદમાંનું “અમૂલ” એનું સજન છે, એ મુંબઈ દૂધ મેકલે છે. ૧૯૫૭-૫૮ માં ૧૬૭ સહકારી મંડળી એની સાથે જોડાઈ હતી. ૧૯૫૧–પર માં ૨૨૦ ખેતધિરાણ મંડળી હતી તે વધીને ૧૯૫૫–૫૬ માં ૪,૦૦૦ ઉપરાંત થઈ હતી. ૧૯૬૦ માં ખેતધિરાણ સહકારી મંડળીઓની સંખ્યા ૭૪૪૧ હતી. બિનખેતી-ધિરાણ મંડળીઓની સંખ્યા ૧૯૬૧ માં ૮૪૧ હતી. જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની સંખ્યા ૧૯૬૦ માં ૧૬ હતી. ૧૯૫૧-૬૧ વચ્ચે સહકારી પ્રવૃત્તિને ખૂબ વિકાસ થયો હતો. શહેરી વિસ્તારમાં વેપારીઓ કારીગરો પગારદારો લઘુઉદ્યોગપતિઓ વગેરેને ધિરાણ કરતી નાગરિક સહકારી બેન્ક અસ્તિત્વમાં આવી છે. તેઓ બચત અને કરકસરને ઉત્તેજન આપે છે. એનું ધિરાણ ૧૫ માસ સુધીનું ટૂંકા ગાળાનું હોય
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy