SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આઝાદી પહેલાં અને પછી સ્થિતિ વિશે ઇંદુલાલ યાજ્ઞિકે સરખામણી કરતાં લખ્યું છે : ૧૯૧૯ માં ગાંધીજીની ધરપકડથી અમદાવાદમાં પહેલાં તેાફાન થયા પછી લશ્કરે ગાળીબાર કર્યો અને લોકો ગભરાઈને ધરમાં ભરાઈ રહેતા, પણ ૩૭ વષ' પછી, જેમ ગોળીબાર થતા ગયા, ટિયરગૅસના ટાટા ફૂટતા ગયા તેમ લોકો તારના થાંભલા, દૂધની કૅબિને અને અસનાં છાપરાં તાડીને રસ્તામાં અંતરાય નાખતા અને પેાલીસ-ગાડીઓને રાતા, ઈટ–રાડાના મારા ચલાવી ગેરીલા લડાઈ લડતા થયા.'૨૫ ૧૦ મી ઑગસ્ટે અમદાવાદમાં બીજા ત્રણ મર્યાં. લેાલના ગાળીબારમાં ત્રણનાં માત થયાં. ૧૧ મીએ નડિયાદમાં દ્વિભાષી રાજ્યના એક પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલના મકાને પહેાંચેલા લકાના તાફાન દરમ્યાન થયેલા ગોળીબારથી મે જણ મર્યાં. ૧૪ મી આગસ્ટે પણ અમદાવાદમાં એક નાગરિકનું મૃત્યુ ગાળાથી થયું. ૧૯ મીએ મોરારજીભાઈ દેસાઈની સભા સામે પરિષદે ‘જનતા કરફ્યુ’ પા. શ્રી દેસાઈએ એને લેાકશાહીના સિદ્ધાંતનેા ઇન્કાર થયા'નું જણાવીને કહ્યું કે ‘ગુજરાતની સંસ્કારી અને લોકશાહી પ્રણાલિકાઓનું જતન કરવુ હોય તે સુધી હું જાહેર સભા સમક્ષ ખાલી ન શકું ત્યાંસુધી મારે ઉપવાસ કરવા જોઈએ.'૨૬ યુવકોએ પ્રતિ-ઉપવાસ કર્યાં. છેવટે ૨૬ મી અગસ્ટે સભા થઈ, પથ્થરબાજી થઈ અને સભા પૂરી થયા બાદના ગાળીબારમાં એક યુવતુ મૃત્યુ થયું. અમૃતલાલ હરગેાવનદાસે મારારજીભાઈ ને પારણાં કરાવ્યાં હતાં. જ્યાં પહેલી આકટોબર, ૧૯૫૬ ના રોજ નાગરિક તપાસપ ંચ'ના અહેવાલ બહાર આવ્યા કે પોલીસ–ગોળીબાર અકારણ હતા અને એમની સામે ફોજદારી કામ ચલાવવુ જોઈએ. બીજી આકટોબરે અમદાવાદમાં પંડિત જવાહરલાલ નહેરુની સભા થઈ. સમાંતર સભામાં ઇંદુલાલ યાજ્ઞિક અને બીજા નેતાઓ ખાલ્યા. ‘સાબરમતી પરના ત્રણે પુલથી લેા કાલેજ સુધી અફાટ માનવમેદની જામેલી હોવાથી બધા વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયા હતા.' સભાની શરૂઆત કવિ પ્રદીપના ગીત સીસક રહી ગાંધીકી ધરતી, બિગડ ગઈ જન્મ બાત'થી શરૂ થઈ. પંડિત નહેરુની નાનકડી સભામાં વિદ્યાર્થીઓ અને નહેરુજીની વચ્ચે ઉગ્ર સંવાદ થયો. આવું પહેલાં કદી થયુ નહેતુ” એમ વડા પ્રધાને કબૂલ કર્યુ.૨૭ દ્વિભાષી રાજ્યની રચના એ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ હતી તે મહાગુજરાત માટેનુ આંદેલન ચાલુ હતુ. ૧ લી, નવેમ્બર ૧૯૫૬ ના રાજ મુ ંબઈના દ્વિભાષી રાજ્યની શરૂઆત થઈ તેમાં ઘણે અંશે મરાઠી અને ગુજરાતીભાષી પ્રદેશનું એકીકરણ સધાયું, હવે સૌરાષ્ટ્ર અને કચ્છને પણ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy