SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬૦) ૧૬૩ મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયાં. સૌરાષ્ટ્રમાં ભાવનગર જુનાગઢ જામનગર સુરેંદ્રનગર રાજકોટ અને અમરેલી જિલ્લા રચાયા ને કચ્છને જિલ્લે અલગ કરાયો. ૧૯૫૭ માં દેશમાં બીજી સામાન્ય ચૂંટણી થઈ એની ઉપર જનતા પરિષદના આંદોલનની થંડી અસર પડી. ૧૯૫૮ માં જનતા પરિષદે કોંગ્રેસભવન પાસે શહીદસ્મારક મૂકવા કોશિશ કરી. સરકારે એ સ્મારક રાતે ઉઠાવી લીધું એટલે ફરી ઉગ્ર આંદોલન થયું. મહારાષ્ટ્રમાં મુંબઈ-સહિત અલગ મહારાષ્ટ્ર રાજ્ય માટેની ઝુંબેશ વધુ જોરદાર હતી. ૧૯૫૯ માં મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી શ્રી યશવંતરાવ ચવાણે કોંગ્રેસના મોવડી–મંડળને જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી, પરિણામે મેવડી મંડળે આ પ્રશ્ન પર પુનવિચારણા શરૂ કરી. આખરે મુંબઈ રાજયના વિભાગીકરણની માગણીને સંમતિ અપાઈ વિભાજનની વિગતે માટે સમિતિ નિમાઈ ડાંગ અને ઉમરગામ ગુજરાતમાં મુકાયાં ને પાટનગર તથા ખાધ અંગે જોગવાઈ કરવામાં આવી. ૧૯૬૦ ના માર્ચ માં મુંબઈ રાજ્યના વિભાજનને ખરડો કેંદ્ર સરકારે પ્રસિદ્ધ કર્યો ને એને મુંબઈ રાજ્યના વિધાનમંડળમાં તથા લેકસભામાં પસાર કરવામાં આવ્યું. એમાં જણાવ્યા મુજબ મુંબઈ રાજ્યનું દ્વિભાગીકરણ કરાયું ને ૧ લી મે, ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ બે રાજ્યોની રચના થઈ. ગુજરાત રાજ્યમાં ડાંગને અલગ જિલ્લે રખાયે ને ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરના સ્થળની પસંદગી થતાં એની આસપાસનાં ગામના એક તાલુકાને બનેલે ગાંધીનગર જિલ્લ’ પણ રચાયે. આમ ૧ લી મે, ૧૯૬૦ ના જ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગાંધીનગર થતાં સુધી એનું કામચલાઉ પાટનગર અમદાવાદમાં રખાયું. રાજકીય નેતૃત્વ - ૧૯૪૭ થી ૧૯૬૦ સુધીનું ગુજરાતનું રાજકીય નેતૃત્વ મહદાંશે સ્વાતંત્ર્ય ચળવળમાં તેમજ રજવાડાંઓ વિરુદ્ધમાં પ્રજામંડળમાં ભાગ લેનારા નેતાઓના હાથમાં રહ્યું. તેઓ કોંગ્રેસની વિચારધારા હેઠળ ઘડાયા હતા. રજવાડાંઓના રાજાઓ અને નવાબ, તાલુકદારે અને બારખલીદાર, દીવાને અને પિલિટિક્સ એજન્ટો એવાં શાસન-પ્રશાસનના સ્વાતંત્ર્ય પૂર્વનાં માળખાંઓમાંથી અલગ રીતે, સંસદીય લેકશાહી-અંતર્ગત રાજનૈતિક પ્રક્રિયાને પ્રારંભ થયો. પહેલી ચૂંટણી ૧૯૫૧ માં થઈ. સૌરાષ્ટ્ર ત્યારે અલગ પ્રદેશ તરીકે અસ્તિત્વ ધરાવતું હતું અને બાકીને પ્રદેશ મુંબઈ રાજ્યની અંતર્ગત હતો. કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશને દર
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy