SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬). ૧૬૧ છેવટે સત્તાધારી પક્ષે ૧૫રની રાષ્ટ્રિય ચૂંટણી દરમ્યાન પિતાના ઘષણપત્રમાં ભાષાવાર પ્રાંતરચનાને સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો અને ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી ૧૯૫૩ ની આખરે કમિશન નિયુકત કર્યું તેની વિગતે આપણે અગાઉ જોઈ ગયા છીએ. ૧૫૬ માં મોરારજીભાઈએ જે ત્રણ રાજ્યોની યોજના મૂકી હતી તે કેંદ્રને અનુકૂળ હતી. સંસદમાં એવું વિધેયક આવ્યું અને એ પસાર થતાં સંયુક્ત સમિતિ નિયુક્ત કરાઈ. આને કારણે ગુજરાતની પ્રજાને લાગ્યું કે ગુજરાત રાજ્ય હાથવેંતમાં છે, પણ મહારાષ્ટ્રમાં “આમચી મુંબઈ ના નારા સાથે, મહારાષ્ટ્રમાં જ મુંબઈ હાઈ શકે એવા આગ્રહથી હિંસક આંદોલન શરૂ થયું. ગુજરાતી નાગરિકોના વ્યવસાય પર આપત્તિ આવી. કેંદ્ર સરકારે ફરી પેલી યોજના પડતી મૂક્વાના પ્રયત્ન શરૂ કર્યા. મુંબઈ રાજ્યની રચનાને મંજૂરી આપવાની જાહેરાતથી ગુજરાત સ્તબ્ધ થઈ ગયું. ડો. શેલતના નેજા હેઠળના “નૈશનલ યુનિયન ઑફ ટુડની એ જ દિવસે અમદાવાદની લો કેલેજમાં સભા થઈ પગલાં સમિતિ રચવામાં આવી. એ જ દિવસે ભદ્રમાં આવેલા કોંગ્રેસભવન પર મર ગયે. સશસ્ત્ર પિલીસને જોતાં ઉગ્રમિજાજી યુવકેએ પથ્થરબાજી કરી અને પોલીસે ચેતવણી વિના” ગોળીબાર શરૂ કર્યો. પૂનમચંદ કૌશિક સુરેશ અબ્દુલ એમ ચાર યુવક ત્યાં જ ઢળી પડ્યા. ભદ્રની બાજુમાં જ ગુજરાત ક્લબમાં ધારાશાસ્ત્રીઓ મળતા હોય છે, વિદ્યાથીઓ ત્યાં પહોંચ્યા અને હિંમતલાલ શુક્લ કેસ-ભવન પર ધસી ગયા. ગુજરાતમાં આ આંદોલન ક્રમશઃ ઉગ્ર બનતું ગયું. આઠમી ઑગસ્ટે ચાર મૃત્યુ પામ્યા, એક્સો જેટલા ઘવાયા. રતિલાલ ખુશાલદાસના પ્રમુખપદે નાગરિક સભા થઈ અને સભા પછી થયેલા ગોળીબારમાં એક નાગરિક મૃત્યુ પામે. આ સમાચાએ શહેરમાં પિલીસ અને પ્રજાની વચ્ચે સંધર્ષને વ્યાપક બનાવી મૂક્યો. આગ લૂંટફાટ ગોળીબાર થતાં રહ્યાં. નડિયાદ આણંદ મહેસાણા વડોદરા અને રાજકોટમાં હડતાળો પડી વકીલમંડળે અમદાવાદના ગોળીબારની તપાસ માટે પંચ નિયુક્ત કરવા સરકાર સમક્ષ માગણી કરી અને નાગરિક તપાસપંચ વામનરાય ધોળકિયાના પ્રમુખપદે નિયુક્ત કર્યું. સર ચીનુભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, વિદ્યાબહેન નીલકંઠ, એસ. વી. દેસાઈ વગેરે અગ્રણી નાગરિકોએ પ્રજાને શાંત રહેવા અપીલ કરી. નવમી ઑગસ્ટના ગોળીબારમાં ચાર યુવક ઢળ્યા. સ્વતંત્રતા પૂર્વેની અને સ્વતંત્રતા પછીની આંદોલનની ૧૧
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy