SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આઝાદી પહેલાં અને પછી મહાગુજરાતની લડત ૧૯૪૭ પછીનું લેક-લાગણી પર આધારિત સૌથી વ્યાપક આંદોલન મહાગુજરાત અંગેનું હતું, પણ ગુજરાત રાજ્ય માટેની મહત્ત્વાકાંક્ષા એક યા બીજી રીતે, સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં જુદા જુદા રૂપે વ્યક્ત થવા માંડી હતી તેને અચાનક વેગ ૧૯૫૬ માં મળ્યો. એ પહેલાંના પ્રયાસો પર વિહંગાવલોકન કરી લઈએ કે, એપ્રિલ ૧૯૪૮ માં કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે એક સંમેલન યે જાયું અને એમાં ગુજરાતને આર્થિક-સાંસ્કૃતિક વિકાસ રૂંધાશે એવી લાગણી વ્યક્ત થઈ હતી. થોડાક સમય બાદ મુંબઈ રાજ્યના પંતપ્રધાન શ્રી બાબાસાહેબ ખેરે ડાંગને પ્રવાસ કર્યો અને ડાંગની ભાષા મરાઠી હેવાનું કહ્યું તેને વિરોધ પંડિત કારનાથ સહિત ગુજરાતના વિભિન્ન અગ્રણીઓએ કર્યો ૧૫૧ માં સર પુરુષોત્તમદાસની આગેવાની હેઠળ “મહાગુજરાત સીમા સમિતિ રચવામાં આવી. વલ્લભવિદ્યાનગરમાં આ સમિતિના ઉપક્રમે મળેલા સંમેલનમાં “અરવલ્લી પહાડથી આબુ પ્રદેશ ડુંગરપુરવાંસવાડા પૂર્વમાં પશ્ચિમ ખાનદેશ અને દક્ષિણે ડાંગ અને ઉમરગામ સુધીને પ્રદેશ ગુજરાત છે એમ જણાવાયું.૨૪ ૧૯૫૨ માં ભાઈલાલભાઈ પટેલના પ્રયાસેથી પહેલી મહાગુજરાત પરિષદ ધારાશાસ્ત્રી હિંમતલાલ શુક્લના પ્રમુખપદે મળી. પ્રદેશ કેંગ્રેસ સમિતિએ આ પરિષદમાં ભાગ ન લીધે અને ઉત્તરપ્રદેશના તત્કાલીન રાજ્યપાલ કનૈયાલાલ મુનશીએ પણ પરિષદની સાથે અસંમતિ પ્રગટ કરતું નિવેદન કર્યું. ૧૯૫ર ના આખરે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદે કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી દ્વારા રજૂ થયેલા પ્રસ્તાવને માન્ય કરીને મહાગુજરાતની લેકેષણ વ્યક્ત કરી. ૧૯૫૩ માં ઝાબુઆ ડુંગરપુર વાંસવાડા અને ડાંગનાં પ્રજામંડળોએ પણ ગુજરાતમાં આ પ્રદેશેને મેળવવાની માગણી કરતા પ્રસ્તાવ કર્યા હતા. સ્વતંત્રતા પછી રાજ્યોની પુનર્રચના કરતાં વધારે મહત્વ અને કસોટીરૂપ તબક્કો એકત્રીકરણ અને વિલીનીકરણને રહેશે. કાશ્મીર હૈદ્રાબાદ જૂનાગઢ અને બીજાં સેંકડો નાનાં મોટાં રાજ્યના વિલયની અગ્નિકર્સટીમાંથી પસાર થયા પછી સ્વતંત્ર ભારતના નાગરિકે પિતાનાં ભાષા વ્યવહાર અને બીજી વિશેષતાઓ પર આધારિત પ્રશાસનિક સુવિધા સાથેનાં પ્રાદેશિક એકમેની રચનાને આગ્રહ કરી રહ્યા હતા એ સ્વાભાવિક પણ હતું. વિકૅ દ્રિત રાજ્યવ્યવસ્થામાં પ્રદેશનું વગીકરણ અનિવાર્ય હતું, પણ એને માપદંડ શું રાખવો જોઈએ એ અંગે ભારે દ્વિધા પ્રવતતી હતી. રાષ્ટ્રિય એક્તા અને પ્રજાકીય એકાત્મતાને આંચ ન આવે એવી રીતે પ્રાંત-રચના થવી જોઈએ એમ સૌ સ્વીકારતા હતા.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy