SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી રાજ, ૧૩૭ સરદારને નિર્ણય માટે સે અને સમાધાન થયું. એ મુજબ વડોદરાના મહેસૂલના કાયદા પ્રમાણે ખેડૂતે જમીનની આકારણી થાય એ માટે કબૂલ થયા અને પરાપૂર્વથી ચાલ્યા આવતા ખેડૂતોના હક ચાલુ રખાયા અને તેની પ્રથાને અંત આવ્યો. આમ ખેડૂતોએ ખૂબ સહન કરીને સંગઠન દ્વારા અમાનુષી તંત્ર ઉપર વિજય મેળવ્યો. ૩૯ અન્ય આંદોલન દેશી રજવાડાઓ પૈકી ઈડર પાલનપુર વિઠ્ઠલગઢ વગેરેમાં પણ મહેસૂલના ભારે દરના કારણે ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ઈડરમાં “એકી'–ઐક્યની ચળવળ ભીલેએ શરૂ કરી તેમજ રાજ્ય અને શોષણખેર સાહુકારો તથા દારૂના પીઠાવાળાઓ સામે બળવાનો પ્રયાસ કર્યો. રાજ્ય બળ વા રી ભલેને દબાવી દીધા, પણ પિાળ અને ઈડરના ભીલે સાથે એ તે સમાધાન થયું. મુંબઈમાં વસતા ઈડરના પ્રજાજનોએ ૧૯૨૫ ના ફેબ્રુઆરીમાં ઈડર પ્રજામંડળની સ્થાપના કરી. ઈડરના જુના સમાચાર સૌરાષ્ટ્ર હિંદુસ્તાન” અને એ કૅનિકલમાં છપાતાં ઈડરને દંભ ખુલ્લે પડી ગયો પ્રજામંડળના નવ નેતાઓને રાજ્યપ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મહીકાંઠાના પોલિટિક્સ એજન્ટ તથા મુંબઈના ગવર્નરને ઈડરના જુલ્મ અંગે ફરિયાદ કરવામાં આવતાં ગવર્નરના દબાણને કારણે દીવાન તથા ચાંદરાણીના ઠાકોરને નેકરીમાંથી છૂટા કરાયા અને આમ લેકમતને ૧૯૨૬ માં વિજય થશે પ્રજામંડળનું બીજુ અધિવેશન ઈડરમાં કરવામાં આવ્યું. લોકોમાં જાગૃતિ લાવનાર નેતા ગંગારામ શુક્લને રાજ્ય પ્રથમ છ વરસની અને બીજી વાર બે વરસની સજા કરી આંદોલનને દબાવવા પ્રયત્ન કર્યો. શુકલની સો વીઘાં જમીન રાજદ્રોહ બદલ જપ્ત કરવામાં આવી. ૧૯૩૦-૩૧ અને ત્યારબાદ મથુરાદાસ ગાંધીની આગેવાની નીચે પરદેશી માલને બહિષ્કાર કરાયે અને દારૂના પીઠાંઓનું પિકેટિંગ કરવામાં આવ્યું. રાજ્યની આવક આથી ઘટી ગઈ. આમ ઈડર અને મુંબઈમાં રહીને રાજ્યનું મુંબઈ સાથે વિલીનીકરણ થયું ત્યાં સુધી આ ક્લડત ચાલુ રહી હતી.૪૦ મુંબઈમાં રહેતા રાધનપુર અને પાલનપુરના લોકોએ પ્રજામંડળ સ્થાપ્યાં હતાં. પાલનપુરમાં સંઘ હતું. પાલનપુરમાં નવાબની બેગમે એના ઇનામી ગામ કુંભાસણમાં મહેસૂલ વધારી દીધું. આ પ્રમાણે વડગામ તાલુકામાં મહેસૂલને દર વધાર્યો હત, પણ નવાબે સમાધાન કરી દર ઘટાડ્યો. જાગીરદાર પ્રજામંડળે વેઠની પ્રથા અને ભારે મહેસુલ અંગે ચળવળ કરી હતી, જેમાં એમને સફળતા મળી. રાધનપુરમાં વધારે સખતાઈ હતી અને લેકે ઉપર ત્રાસ ગુજારવામાં આવતું હતું. વિદ્યાર્થીઓ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy