SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ આઝાદી પહેલાં અને પછી નિવાસસ્થાનેથી તેઓની ૨૭-૮-૪૨ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તા. ૯-૮-૪૨ ના રોજ ભાવનગરમાં હડતાળ પડી હતી. વજુભાઈ શાહનું ઘર બધી પ્રવૃત્તિઓનું કેદ્ર બની ગયું હતું. સરદાર પૃથ્વીસિંહને પણ પાછળથી પકડી લેવામાં આવ્યા હતા. મુખ્ય નેતાઓને બે વરસની સખત મજૂરીની સાથે કેદની સજા અને રૂ. બે હજારના દંડની સજા કરવામાં આવી હતી. પ૧ સેનાનીઓને રૂ. એક હજાર દંડ અને દંડ ન ભરે તે એક માસની આસાનકેદની સજા કરાઈ હતી. બાકીની વ્યક્તિઓને નાની મોટી સજા કરાઈ હતી.૩૭ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી ઉછરંગરાય ઢેબર, રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી, વજુભાઈ શુકલ વગેરેની ધરપકડ કરાઈ હતી અને એમને જેલવાસ આપવામાં આવ્યો હતે. લીલાપુર પાસે મિકસ્ડ ટ્રેઇન બે વાર લૂટાઈ હતી. ભાંગફેડની પ્રવૃત્તિમાં રોકાયેલા કાર્યકર્તાઓ પાટણ મહેસાણા વડોદરા તથા કચ્છમાં આશ્રય લઈને પ્રવૃત્તિ ચલાવતા હતા. છેટુભાઈ પુરાણી અને એમના સાગરીતો સાથે પુરોહિત બંધુઓ સંકળાયેલા હતા. આઝાદી પ્રાપ્ત થયા બાદ એમને મુક્ત રીતે હરવા ફરવા છૂટ મળી હતી.૩૮ માણસા-સત્યાગ્રહ માણસા રાજ્યમાં દર દસ વરસે મહેસૂલની ફરી આકારણી કરવામાં આવતી હતી. રાજ્ય એમાં મહેસૂલના દરમાં બેથી અઢી-ગણે વધારે કર્યો હતો, જે ખેડૂતે માટે ખૂબ ભારે હતે. આ સિવાય માણસાના વિવિધ વર્ગોના લેકે માટે વેઠ કરવાનું ફરજિયાત હતું. આ ઉપરાંત જાતજાતના લાગી અને વેરા પ્રજાજને પાસેથી લેવામાં આવતા હતા. ૧૯૩૭ની સાલમાં ફરી આકારણીના પ્રસંગે આ ઘર્ષણ ઉગ્ર બન્યું અને કેટલાક લોકેએ હિજરત કરી ગાયકવાડી પ્રદેશના મકાખાડ સ્ટેશને વસવાટ કર્યો. જુલમથી ત્રાસી ગયેલા ખેડૂતોએ દસક્રોઈ તાલુકાના આગેવાનને સંપર્ક સાધ્યો અને રવિશંકર મહારાજને આ પ્રશ્નની તપાસ માટે મોકલ્યા. ખેડૂતની રજૂઆતમાં તથ્ય જણાતાં રાજ્યને મહેસૂલને દર ઘટાડવા અથવા ભાગબટાઈ પદ્ધતિ દાખલ કરવા જણાવવામાં આવ્યું. રાજ્યના દીવાન ગિરધરલાલે આ દરખાસ્ત સ્વીકારી નહિ અને જપ્તી હરાજી મારઝૂડ વગેરે અનેક પગલાં લીધાં અને સ્ત્રીઓ બાળક અને વૃદ્ધો પણ આ દમનનાં ભોગ બન્યાં, આથી ૧૯૩૮ ના જાન્યુઆરીથી જમીન-મહેસૂલ ન ભરવાને એમણે સત્યાગ્રહ કર્યો. આ કારણે રાજ્યની આવક સ્થગિત થઈ ગઈ અને માણસાના ઠાકરના જુલ્મની વાત સાદરા કેમ્પના પોલિટિક્સ એજન્ટ સુધી પહોંચી. એણે જમીન-મહેસૂલ બાબત તપાસ કરવા અધિકારી મોકલ્યો. માણસા રાજે પણ આ કેસ બંને પક્ષે
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy