SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આઝાદી પહેલા અને પછી તથા અમદાવાદ અને મુંબઈમાં વસતા નાગરિક પ્રજામંડળની ચળવળમાં ભાગ લેતા હતા. વિરમગામ નજીકના વિઠ્ઠલગઢ રાજ્ય વિઠ્ઠલગઢ રસનાળ વગેરે ગામમાં મહેસૂલ ખૂબ વધારી દીધું હતું. એ સામે લોકેએ રસનાળ-સત્યાગ્રહ કર્યો હતો. રાજે ખૂબ જુલમ ગુજાર્યો હતો અને કેટલાક લેકોની જમીન પણ જપ્ત કરી હતી, પણ અંતે એને નમતું આપવું પડયું હતું. સૌરાષ્ટ્રમાં માળિયા (મિયાણા) રાજ્યના ખાખરેચી ગામના ખેડૂતોને રાજ્યને વેઠને ખૂબ ત્રાસ હતા. લગ્ન કરવા અને રાજમહેલ બંધાવવા વગેરે પ્રસંગોએ ખેડૂતો ઉપર વેરો નાખવામાં આવતા હતું. રાજા ગામની મુલાકાત લે ત્યારે દરેક વર્ગના લોકોને વેઠ કરવી પડતી હતી અને દૂધ ઘી મોદીખાનું બળતણ ઘાસચારે વગેરે મફત આપવાની ફરજ પડતી હતી.૪૧ ઘાસ સિવાય કઈ વસ્તુ મફત આપવાની અને વધારાના કરો ને બેઠા માટે પણ ખેડૂતોએ ના પાડી મક્કમતા દાખવી. રાયે જતી અને જેલનું શસ્ત્ર અજમાવ્યું, પણ રાજવી સફળ ન થયા. ગાંધીજીએ એમની લડત પ્રત્યે સહાનુભૂતિ દાખવી અને મણિભાઈ કોઠારીએ ગામની મુલાકાત લઈ રાજ્યને લેકેની બધી શરતે માન્ય રાખવા ફરજ પાડી. જામનગર રાજ્યમાં જામ રણજિતસિંહજીએ જીવન-જરૂરિયાતની બધી વસ્તુઓના ઇજારા આપ્યા હતા. આ ઉપરાંત રાંડરાંડ સાધુઓ ફકીર ખેડૂતે વેપારીઓ મજૂરો કારીગર વગેરે તમામ વર્ગના લોકે ઉપર 3 રૂપિયાથી લઈને રૂ. ચાર સુધીને કર માથાદીઢ નાખ્યો હતો. વેચાણ અને ખરીદ ઉપર પણ કર હતે. લગભગ પચાસથી વધારે કર હતા. લવણપ્રસાદ શાહે આ ઇજારાશાહીને તથા ભારે કરવેરાને વિરોધ કર્યો અને પરિણામે એમને જેલ મળી. અહીં એમને સખત મારઝૂડ કરવામાં આવી હતી.૪૨ જૂનાગઢ રાજ્યમાં પ્રજામંડળનું કામ કપરું હતું. “કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું અધિવેશન જૂનાગઢમાં કરવાનું નક્કી કર્યું છતાં તેઓ શહેરમાં સભા ભરી શક્યા ન હતા અને સ્ટેશનમાં મળીને જ વિખેરાઈ જવું પડયું હતું. ૯-૧૨-૧૯૩૮ ના રોજ બંધાર ય સુધારા માટે મંડળે માગણી કરતા ઠરાવ પસાર કર્યા. એ પૈકી વેપારીઓએ વેપારમાં પડતી મુશ્કેલી દૂર કરવા કેટલીક છૂટછાટ માગી અને ખેડૂતોએ મહેસૂલના કાયદામાં સુધારો કરવા વિનંતી કરી, આથી રાજ્ય ૧૧-૧૨-૩૮ ના દિવસે દરબાર ભરીને કેટલીક છૂટછાટની જાહેરાત કરી અને પ્રજામંડળના પ્રમુખ નરહરિપ્રસાદની જવાબદારતંત્રની માગણી અંગે રાજ્ય વહીવટી સુધારા સમિતિની રચના કરી, પણ મંડળે એને બહિષ્કાર કર્યો અને એણે રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપ્યું. રાજ્ય હડતાળને માગ છોડી દેવા અને સમિતિને સહકાર આપવા જણાવ્યું. મંડળ મક્કમ રહ્યું તેથી
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy