SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ દેશી રાજ્ય રહ્યા અંતે કંટાળીને ૧,૩૦૦ માણસોએ લીંબડીમાંથી સામૂહિક હિજરત કરી અને તેઓ વઢવાણ પાસે જોરાવરનગરમાં વસ્યા. રાજ્યની શાન ઠેકાણે લાવવા લીંબડીની નાકાબંધી કરી અને એને આર્થિક બહિષ્કાર કર્યો. એનું રૂ પડી રહેતાં રાજ્યની આવક ઘટી ગઈ. થોડાક સમયમાં ઠાકોર અને એના યુવરાજ મરણ પામ્યા; એજન્સીએ રાજ્યને વહીવટ કરવા એક અધિકારી ની અને ૧૯૩૮ માં શરૂ કરાયેલી લીંબડીની લડતને અંત આણે. ૧૯૪૩ માં રાજ્ય અગાઉ પિકળ સુધારા–ધારાસભા ગામસભા વગેરે આપી લોકોને છેતરવા પ્રયત્ન ર્યો હતે, પણ એમાં લોકોને જવાબદારી આપવાની વાત ન હતી તેથી નિષ્ફળતા મળી હતી ૩૫ ભાવનગર-સત્યાગ્રહ ભાવનગર રાજ્યની ઉદાર નીતિને કારણે તથા દીવાન પ્રભાશંકર પટ્ટણીની દીર્ધ દૃષ્ટિને કારણે પ્રજા અને રાજ્ય વચ્ચે સંઘર્ષના પ્રસંગે ઉપસ્થિત થયા ન હતા, પણ લોકોમાં રાજકોટ-સત્યાગ્રહ બાદ જવાબદારતંત્ર માટે આગ્રહ હતે તેથી ૧૪–૫–૧૯૩૯ ના રોજ ભાવનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપણ નીચે પરિષદનું અધિવેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ અગાઉ રાજ્ય ૩૦-૪-૧૯૩૯ ના રોજ રાજ્યમાં ધારાસભા સ્થાપવા માટે જાહેરાત કરી હતી, પણ લોકમાં એનાથી સંતોષ થયો ન હતો, ૧૪-૫-- ૩૯ ના સરદારના આગમનના જ પ્રસંગે તેફાન થયાં હતાં. નાનાભાઈ ભટ્ટને માથામાં લાઠીન ફટકે મારવામાં આવ્યો, આત્મારામ ભટ્ટ ઉપર પણ લાઠીથી હુમલો કરવામાં આવ્યો, બીજા ચારપાંચ ભાઈઓને પણ ઘાયલ કરવામાં આવ્યા. આ પૈકી બચુભાઈ વીરજી તથા જાદવજીભાઈનાં મરણ થયાં. લેહી નીતરતા નાનાભાઈને સરદારે મેટરમાં લઈને હોસ્પિટલ પહોંચાડ્યા. આ દિવસે પરિષદ મુલતવી રહી અને સરદારે બધાને શાંતિ રાખી ને ઉશ્કેરાવા અનુરોધ કર્યો અને પરિષદના કાર્યને સફળ બનાવવા સૂચના કરી, આથી શહેરમાં દુ:ખની લાગણી ફેલાઈ અને ખામોશી રખાઈ. બીજે દિવસે ૧૫–૫–૧૯૩૯ ના રોજ ભાવનગરના મુસલમાનોની એક જાહેર સભા થઈ અને ભાવનગરના હિંદુઓ અને મુસલમાને ભાઈચારાથી વર્તશે એમ જાહેર કર્યું. શહીદ થયેલી વ્યક્તિઓ માટે સ્મારક રચવા જાહેર સભા યોજાઈ હતી. આ તોફાનને કારણે ભાવનગર રાજ્યની આબરૂને બટ્ટો લાગ્યા હતા છતાં રાજ્ય પાછળથી વધારે કડક બંદોબસ્ત કર્યો હતો.૩૬ ૧૯૪૨ ની ‘હિંદ છોડો' ચળવળ દરમ્યાન ભાવનગરના મહત્ત્વના નેતાઓ સુરેદ્રનગર સ્ટેશનેથી આવતાં નાનાભાઈના આંબલિયા-ગ્રામ દક્ષિણામૂતિના
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy