SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન સમયે ગવર્નર-જનરલ ઑર્ડ વેલેસ્લીએ દાખલ કરેલી સહાયકારી યોજનાના અમલીકરણને ટેકે આપવા માટે ગાયકવાડે જોળકાને પેટાવિભાગ પણ સેંપી દીધે હતા. ઈ. સ. ૧૮૦૫ સુધી વડોદરાના ગાયકવાડના દરબારના રેસિડેન્ટ હેઠળ આ પ્રદેશ (ધોળકા ધંધુકા ઘોઘા) રહ્યા હતા. ત્યારથી માંડીને ઈ. સ. ૧૮૧૮ સુધી અમદાવાદના અલગ કલેક્ટરેટની રચના કરવામાં આવી હતી, જે ખેડાના કલેકટ્રેટ મહી નદી પરના પૂવય જિલ્લાના ભાગરૂપે હતા. ઈ. સ. ૧૮૧૭ની પૂનાની સંધિ દ્વારા પેશવાએ અમદાવાદ શહેર, દસક્રોઈના પેટાવિભાગ, વિરમગામ, પ્રાંતીજના પેટા વિભાગ તેમજ મોડાસા અને હરસેલને એને ભાગ બ્રિટિશરોને આપી દીધું હતું. આમ ઈ. સ. ૧૮૧૮ માં મહીની ઉત્તરે આવેલા પશ્ચિમ જિલ્લાને, જે હવે અમદાવાદ' તરીકે ઓળખાય છે તેને આખરી સ્વરૂપ મળ્યું હતું. ઈ. સ. ૧૮૧૭ની ૩૦મી નવેમ્બરે બ્રિટિશરોએ અમદાવાદને હવાલે સંભાળી લીધો હતો. પ્રથમ કલેક્ટર એન્ડ્રુ ડનલોપ હતો અને પ્રથમ ન્યાયાધીશ ઇડમંડ ઈનસાઈડ હતે.૧૧ (૪) ખેડા : હાલને આ જિલે આંશિક રીતે ઈ. સ. ૧૮૦૨-૩ માં અને ઈ. સ. ૧૮૧૭માં બ્રિટિશ શાસન હેઠળ આવ્યું હતું. ઈ. સ. ૧૮૩૦ સુધી એમાં ફેરફાર થયે નહોતે. એ વર્ષમાં ત્રણ વર્ષ માટે કપડવંજ અમદાવાદને સંપાયું હતું અને ખેડાને પેટા કલેકટરેટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ઈ. સ. ૧૮૩૮ માં જ્યારે ખેડાને કલેક્ટરેટનું સંપૂર્ણ સ્થાન મળ્યું ત્યારે કપડવંજ પાછું ખેડા સાથે સમાવી લેવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૦૨ માં ગાયકવાડ પાસેથી ધોળકા ધંધુકા ઘોઘા ખેડા શહેર, અત્યારના નડિયાદને પેટાવિભાગ, માતર અને મહુધા મળ્યાં હતાં અને પેશવા પાસેથી નાપાડ પાસેનાં શેડાં ગામ મળ્યાં હતાં. ઈ. સ. ૧૮૧૭ માં વધારાના સહાયકારી બળ માટે અર્ધી પેટલાદ તેમ એની આજુબાજુને પ્રદેશ ગાયકવાડે આપ્યો હતે. ઉત્તર ગુજરાતના વિજાપુરના બદલામાં કપડવંજ અને ભાલેજ આપવામાં આવ્યાં હતાં પેટલાદ ત્યારપછી પાછું ગાયકવાડને સોંપવામાં આવ્યું હતું. (૫) પંચમહાલઃ બ્રિટિશ શાસન હેઠળ ગુજરાતને આ જિલ્લે છેલ્લે આવ્યું હતું. ઈ. સ. ૧૮૫૧ થી ઈ. સ. ૧૮૬૦ દરમ્યાન આ જિલે સિંધિયા માટે બ્રિટિશ હવાલા હેઠળ હતા. એનું સંચાલન રેવાકાંઠાના રાજકીય એજન્ટ દ્વારા થતું. ઝાંસીમાંને પ્રદેશના બદલામાં એની સૈપણી થઈ હતી અને ઈ. સ. ૧૮૬૧ થી એ પ્રાંતના ભાગરૂપે હતો.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy