SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કળ ગુજરાતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ ઈ. સ. ૧૮૫૮ સુધી રહ્યો. આ વહીવટને ટ્રુ ક્રેા ઇતિહાસ અમદાવાદના નિવૃત્ત નાયબ કલેક્ટર એદલજી ડાસાભાઈએ ‘History of Gujarat'માં નીચે પ્રમાણે આપ્યા છે : ૩ વહીવટ ચંદ્ર ઈ. સ. ૧૮૦૦ માં નવા મેળવાયેલા સુરત જિલ્લાના વહીવટને નિયમનમાં રાખવા માટેના કાયા પસાર થયા હતા. ઈ. સ. ૧૮૦૨ માં આ જિલ્લા માટે જમીન-મહેસૂલને કલેક્ટર નીમવામાં આવ્યા હતા. આ વર્ષ દરમ્યાન પસાર થયેલ ૧૩ મા નિયમન અનુસાર એની ફરજોની વ્યાખ્યા કરવામાં આવી હતી. એ દરમ્યાન અસ્તિત્વ ધરાવતી કેટલીક ભ્રકૃતિ-પદ્દેદારી (ટેન્કાર) બાબતમાં તપાસ કરવા માટે એક મહેસૂલી કંમશન પણ નિમાયું હતું. આ કમિશનની ભલામનુને આધારે ઈ. સ. ૧૯૧૧ માં ભરૂચ જિલ્લાના એક ખૂબ જ તલસ્પશી અને વૈજ્ઞાનિક સર્વેક્ષણના આરંભ કરાયા હતા. બે વર્ષમાં આ કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે જ ગુજરાતના ખીન્ન જિલ્લા માટે પણ આ સર્વેક્ષણ વિસ્તારવામાં આવ્યું હતું. આ રીતે લગભગ ઈ. સ. ૧૮૫૩ સુધી નિયમિત મહેસૂલ-સર્વેક્ષણુ અને મહેસૂલી આંકણીના વર્ગીકરણની એક પતિ ઊભી થઈ હતી, જેને માજી જરીક' (જૂનું સર્વેક્ષણ) તરીકે ઓળખાવવામાં આવે છે. ખેડા કલેકટ હેઠળ પ્રત્યેક વર્ષે મોટી સંખ્યામાં નદી નાળાં ઊભરાતાં અને એને કારણે ખેતીને ઘણું નુકસાન થતું તેમજ ધણી જાનહાનિ પણ થતી, આથી સરકારે મોટા પાયા ઉપર ડ્રેઇનેજનું કામ હાથ ઉપર લીધું હતું. થાડા સમયમાં આ મુશ્કેલી નિવારી શકાઈ હતી. ઈ. સ. ૧૮૧૪-૧૫ માં વૃત્તિકા (સ્ટાઇ પેન્ડ) આપીને તલાટી તરીકે ઓળખાતા હિસાબનીશેાની નિમણૂક કરવામાં આવી હતી. તે રૈયત પાસેથી સીધું મહેસૂલ ઉઘરાવતા. આ પૂર્વે` ખેડૂતા દ્વારા મહેસૂલ ઉઘરાવવામાં આવતું. એ પદ્ધતિમાં અત્યાચારને સ્થાન હતું. હવે આ તલાટીએ સાચાં આંકડાશાસ્ત્રીય અને નાણાકીય રજિસ્ટર રાખતા હતા. ઈ. સ. ૧૮૨૭માં જિલ્લા અને ગ્રામકક્ષાના પેલીસ નાગરિક વહીવટના બંધારણ માટે ન્યાયત ંત્ર દ્વારા વિસ્તારપૂર્વક નિયમન તૈયાર કરવામાં આવ્યાં હતાં. નાગરિક મહેસૂલી અને ગુનાહિત ન્યાયતંત્ર માટે તેમજ ખીન્ન ઘણા વિવિધ વિષયા માટે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈ. સ. ૧૮૨૦ માં સતીપ્રથા પર કાયદેસર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy