SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવ્યું. સરકારે સમારંભ ભરી એમનું અનેક વાર બહુમાન કરેલું (ઈ. સ. ૧૮૨૨, ૧૮૨૬, ૧૮૨૯, ૧૮૩૦). ખ્રિસ્તી ધર્મને પ્રચાર અહીં ૧૮૧૨ થી ઘણે ચાલતું હતું. એગ્લિકન ચર્ચ બંધાયું. ૧૮૨૦માં મિશન પ્રેસ શરૂ થયું, જે ગુજરાતનું પ્રથમ છાપખાનું છે. ૧૮૪૦માં ખાનગી અંગ્રેજી શાળા અને ૧૮૪ર માં સરકારી અંગ્રેજી શાળા શરૂ થઈ. ૧૮૪૦ માં આઈરિશ પ્રેસિબટિરિયન ચચે અહીંના મિશન હાઉસને વહીવટ સંભાળ્યું. ૧૮૪૪ માં દુર્ગારામે માનવધર્મ સભા સ્થાપી. ૧૮૪૪ માં સુરતના ધક્કા પર પહેલી આગબોટ આવી. ૧૮૪૪ માં સરકારે મીઠા પરની જકાત ૮ આનાથી વધારીને ૧૨ આના કરી. લેકેએ એને ઉગ્ર વિરોધ કર્યો. ૧૮૪૮માં સરકારે બંગાળી માપનાં કાટલાં રાખવાને હુકમ કાઢ્યો તેના વિરોધમાં પણ કેટલાક દહાડા સુધી હડતાલ પડી. એ કાયદાનો અમલ મોકૂફ રહ્યો. ૧૮૧૮ પછી સુરતના વેપારની પડતી થતી જતી હતી, પણ ૧૮૪૦ સુધીમાં વેપારધંધા સુધરવાનાં ચિહ્ન જણાયાં, ૧૮૪૭ સુધીમાં લેકે એ કાટમાળ ખસેડીને નવાં મકાન ખડાં કરી દીધાં. ૧૮૫૧ થી ૧૮૫૮ લગીને સમય સારી તેજીને ગયે. ૧૮૫૮ માં રેલવેની સડક નાખવાનું કામ આરંભાયું. ૧૮૫૮ માં પહેલું અજમાયશી એન્જિન દોડાવવામાં આવ્યું ને ગુજરાતના રેલવે-વ્યવહારના કેંદ્ર તરીકે સુરતને નવું મહત્વ પ્રાપ્ત થયું.૭ ૧૮૫૦માં ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સની પ્રેરણાથી એન્કસ લાઈબ્રેરીની સ્થાપના થઈ. એ જ વર્ષે “સુરત સમાચાર' શરૂ થયું. ૧૮૫ર માં સુરતમાં સુધરાઈની સ્થાપના થઈ. ૧૮૫૩ માં શહેરના માર્ગો પર રોશની કરવાનું શરૂ થયુ. (૨) ભરૂચ : ઈ. સ. ૧૭૭૨ માં લશ્કરી અને નૌકાદળના સંયુક્ત સાથ અને સહકારથી શહેરને કબજે લેવામાં આવ્યો હતો. ૧૭૭૨ ના યુદ્ધના પરિણામ સ્વરૂપે ભરૂચના પેટાવિભાગ અને વડગામને જોડવામાં આવ્યાં. જુદી જુદી રીતે ભરૂચના વિવિધ પેટાવિભાગે, જેવા કે અંકલેશ્વર હાંસેટ જ બુસર અને આમોદ, બ્રિટિશ સંચાલન હેઠળ આવ્યા હતા. ઈ. સ. ૧૭૮૩ માં આ વિભાગ મહાદજી સિંધિયાને આપી દેવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૮૦૨ માં વસઈની સંધિ થઈ ત્યાંસુધી ભરૂચ મરાઠા શાસન હેઠળ રહ્યું હતું. ઈ. સ. ૧૮૦૩ માં ભરૂચ અને વડગામ ફરી બ્રિટિશ શાસન હેઠળ આવ્યાં હતાં. ૧૮૩૦-૧૮૪૩ દરમ્યાન ભરૂચ સુરત-કલેક્ટરેટ હેઠળ પેટા કલેકટરેટ તરીકે હતું. (૩) અમદાવાદ : ઈ. સ. ૧૮૨ માં (ધંધુકા તાબે) ધોલેરા બંદર અને એના તાબાના નવ ગામે કપની સરકારને મળ્યાં હતાં. વસઈની સંધિ દ્વારા શિવાએ બ્રિટિશરોને સમગ્ર ધંધુકા અને ઘોઘા આપી દીધાં હતાં. પછી થેડા
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy