SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન પક્ષ સુરતમાં ઈ. સ. ૧૮૦૦ માં એક વાવાઝોડુ નુકસાન કરી ગયેલું. ઈ. સ. ૧૮૦૪(વિ. સ. ૧૮૬૦)માં સાઢા દુકાળ' પડયો એ પછી આવી ૧૮૧૦ ની ભયંકર રેલ, ઈ. સ. ૧૮૧૩(વિ. સ’. ૧૮૬૯)માં ગુજરાતમાં અગાણુતરા કાળે કેર વરતાવ્યા. સુરતમાં પણ લે। દુઃખી થઈ ગયાં. ૧૮૧૯ માં ધરતીકંપ આવ્યા. ૧૮૨૨ માં રુસ્તમપરામાં મેાટી આગ લાગી, જે પરાનાં આશરે ૧૦૦૦ ઘર બળીને ખાખ થઈ ગયાં. એમાં સર્વસ્વ ખાઈ ખેઠેલા વેપારીએ અને ખાસ કરીને વણકર ઘણી માટી સખ્યામાં મુ*બઈ જઈને વસ્યા. એ જ વર્ષે ૨૧મી સપ્ટેમ્બરે માટી રેલ આવી અને જાનમાલની ભારે ખુવારી થઈ. આ આફત વેળાએ અરદેશર કાટવાલે છ દિવસ ભારે મહેનત અને ખર્ચ કરી લેાકેાને બચાવ્યાં અને એમને ખારાક-પાણી પહેાંચાડયાં. વળી એક ખીજી રેલ ૧૮૩૫માં આવી, ૧૮૩૭ માં મેાટી આગ લાગી. માલીપીઠમાં શરૂ થયેલી આગ જોતજોતામાં આખા શહેરમાં ફરી વળી. મામ્બ્લીપીઠને પારસીવાડ અને શહેરના મધ્ય ભાગ બળીને ભસ્મ થઈ ગયાં. ખીજે દિવસે પવનથી આગ વધુ ફેલાઈ, આથી વહેારવાડ ભસ્મીભૂત થઈ ગઈ. ત્રણ દિવસ લગી ચાલુ રહેલી આગથી માલિમલકતની તથા ાનની ઘણી મેાટી ખુવારી થઈ. એક ંદર ૯૩૭૩ ઘર ખાખ થયાં, જેની કિંમત રૂ. ૪૬,૮૬,૫૦૦ ની થતી હતી. આખું શહેર ખ`ડિયેર થયું.. કાટપીટિયાના નવા વેશ નીકળ્યું. એ જ વર્ષમાં તાપીમાં પૂર આવ્યુ, ૩૭૨ ધર તણાઈ ગયાં, ૧૦૧૨ પડી ગયાં ને ૨૫૩૯ કાકાપુરી થઈ ગયાં. આ મહાસંકટાથી શહેરને લાખા રૂપિયાનું નુકસાન થયું. લેાના રહ્યાસઘા ધંધા ચૂંથાઈ ગયા. ઠેર ઠેર ચારી વગેરેના ભય પ્રવર્તો. પછી ૧૮૪૨ થી ૧૮૪૯ માં આગ ફાટી નીકળી અને ૧૮૪૭ તથા ૧૮૪૯ માં રેલનુ` સ`કટ ઊભું થયું ? ૧૯ મી સદીના પહેલા બે દાયકા દરમ્યાન શ્રીકૃષ્ણે અર્જુન ત્રવાડીએ ત્રણ લાખ રૂપિયા ખર્ચી બાલાજીનુ' મંદિર બંધાવ્યું, ૧૮૨૫ માં સ્વામી સહજાન જી સુરત ગયા ને નવ દિવસ રહ્યા. સુરતવાસીએ મેાટી સખ્યામાં સત્સંગી બન્યાં. ૧૮૩૬ માં સ્વામિનારાયણનું મંદિર બંધાયું.પં આ વર્ષે નિર્માળદાસ પણ સુરત આવ્યા. એમનાં ભજન ખૂબ લેાકપ્રિય થયાં છે. પોરાજશાહ ધનજીશાહ સુરત અદાલતમાં ન્યાયાધીશ બન્યા. વળી તે વાંસદા ધરમપુર અને માંડવીમાં ગવનરના દેશી એજન્ટ હતા. મુંબઈ સરકારે એમને છ ગામ બક્ષિસ આપ્યાં (ઈ. સ. ૧૮૨૨). એમના ભાઈ અરદેશર કોટવાલ સુરતના લોકપ્રિય સેવક હતા. ૧૮૩૮ માં એમણે સુરતમાં પહેલું પુસ્તકાલય શરૂ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy