SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત જોતજોતામાં ભારતમાં મરાઠા સરદારની સત્તા ફેલાઈ ગઈ. બરાબર એ જ સમયે આ વિશાળ દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા પણ જામતી જતી હતી અને મરાઠાઓ અને અંગ્રેજો વચ્ચે ઘર્ષણના પ્રસંગ ઊભા થયા જ કરતા, અને વખતોવખત સંધિઓ અને કોલકરારો પણ થતાં રહેતાં. ૧૭૬૧ માં પાણીપતના યુદ્ધમાં મરાઠા હાર્યા અને આંતરિક રીતે નબળા પડ્યા પણ એમની આણ ચાલુ રહી હતી, એમ છતાં ભારતીય પ્રજાને જેમ અન્યત્ર તેમ ગુજરાતમાં પણ મરાઠા શાસન અને અંગ્રેજ શાસન વચ્ચે તુલના કરવાનું ફાવી રહ્યું હતું. અંગ્રેજો મૂળે વેપાર કરવા આવેલા, પણ દેશમાં પ્રવર્તતી અંધાધૂંધી વચ્ચે ટકી રહેલા અને સ્વરક્ષણ કરવા એમને પિતાનાં સૈન્ય નભાવ્યા વિના છૂટકે ન હતો. પોતે દૂરના મુલકમાંથી આવેલા હોઈને સૈન્ય પણ તળ વસ્તીમાંથી જ ઊભું કરવું પડે એમ હતું. આવા ભાડૂતી સૈન્યને પણ અંગ્રેજોએ કવાયત શિસ્ત અને વ્યવસ્થાથી નમૂનેદાર બનાવ્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના અધિકારીઓને પ્રારંભમાં વલંદાઓ, ફેંચે અને પોર્ટુગીઝોની હરીફાઈને પણ મુકાબલો કરવાને હતો, પણ નેપલિયન સાથેના યુરોપી યુદ્ધમાં નેપોલિયનના પરાભવ પછી આ હરીફાઈ ક્ષીણ થઈ ગઈ અને સઘળા વિદેશીઓમાં અંગ્રેજ સર્વોપરિ બની રહ્યા. અહીંની અંધાધૂંધીએ એમને આત્મરક્ષણમાંથી રાજસત્તા સ્થાપવાના માર્ગે મૂકી આપ્યા અને વેપાર ટકાવી રાખવા માટે રાજસત્તા કબજે કરવાનું એમને અનિવાર્ય લાગવા માંડયું. આ પ્રક્રિયા પૂરી થવાને લગભગ એક સૈકા જેટલે વખત લાગે. રાજ્યકર્તાઓ તરીકે અંગ્રેજે પણ જુલમી શાસકે જ હતા, પણ દૂર દેશથી આવેલા મૂઠીભર શાસકેએ બે વાત બરાબર સમજી લીધી હતી. એક તો ભારતની વિવિધ પ્રજાઓનાં સામાજિક માળખાંઓ ઉપર કુઠારાઘાત કરવામાં રહેલું જોખમ, તેથી પ્રજાના આંતરિક જીવનમાં દખલગીરી નહિ કરવાનું શાણપણ એમણે દાખવ્યું અને બીજુ ન્યૂહાત્મક સ્થાને ઉપર એમણે બરાબર નજર માંડી. દેશમાં ત્યારે જે મધ્યકાલીન ગરાસદારીને મળતી શાસનપ્રણાલિ પ્રવર્તતી હતી તેનું સ્વરૂપ પણ અંગ્રેજોએ જાળવી રાખ્યું, પણ પશ્ચિમની જે નવી ઔદ્યોગિક સંસ્કૃતિને વારસો લઈને તેઓ આવેલા તેને કારણે ભારતમાં ઔદ્યોગિક પરિવર્તન લાવવામાં તેઓ નિમિત્ત બન્યા. કાર્લ માફ સે આ અર્થમાં એમને “ઈતિહાસનું સાધન” કહીને ઓળખાવ્યા હતા. અંગ્રેજો પરદેશી અને પરધમ હોવા છતાં અને એ કારણે સતત પરાયાપણને અનુભવ કરાવતા રહ્યા હોવા છતાં વ્યવસ્થા પ્રસારવાની એમની વિશિષ્ટ આવડતને કારણે એમનું શાસન એકંદરે કાયદાનું શાસન બની રહ્યું અને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy