SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ બ્રિટિશ કોલ પ્રજાને આસાયેશને અનુભવ થતો રહ્યો. અઢારમા સૈકાના અંતભાગમાં ગુજરાતમાં પ્રવર્તતું ગાયકવાડનું શાસન કેવું હતું એ “વડોદરાના રાજકર્તાઓએ પુસ્તકમાંથી સ્વ. હીરાલાલ પારેખે ઉદ્ધત કરેલા નીચેના અવતરણ પરથી સમજાશે : “તે વખતે રાજયની સ્થિતિ કેવી અધમ અને દયાજનક હતી તેનું સંપૂર્ણ ધ્યાન થવું અસંભવિત છે. રાજ્યને ખજાને તદ્દન ખાલી હતો, ઘણાખરાં પરગણ માગનારાઓને સાનમાં આપેલાં હતાં, અને બાકી રહેલાં શેષની ઊપજ વસૂલ કરવાનું કામ નિઃશંક મનના, કોઈ પણ તદબીરથી ધનસંચય કરી લેવાની ઇચ્છાવાળા મનુષ્યને સેપેલું હતું. સૈન્યનાં દર્શન કરીને જ ખંડણી આપનારા માંડલિક રાજાઓએ ઉદ્ધત થઈ જઈને ચઢેલી ખંડણ અટકાવી રાખી હતી; ગાયકવાડે માંહોમાંહે ઝઘડે મચાવી રહ્યા હતા. સ્વકુટુંબની ઉન્નતિ અથે ધનસંચય કરી લેવાની ઇચ્છાવાળા પરદેશી દીવાનના હાથમાં રાજયની ઘણીખરી સત્તા હતી. એકલા સૈન્યને ખરચ જ રાજ્યની કુલ ઊપજ કરતાં વધારે હતો; ન્યાય આપવા તરફ, જનસમૂહના રક્ષણ તરફ, અને તેવી જ બીજી સામાજિક બાબતે તરફ કાંઈ પણ લક્ષ્ય અપાતું નહતું; અને સત્ય રીતે કહીએ. તે તે વેળાએ વડોદરામાં કોઈનું પણ રાજ્ય નહેતું, કારણ કે સઘળી સત્તા ઉદ્ધત અને ધનલોભી આરબના હાથમાં હતી. જાહેર તેમજ ખાનગી દરેક બાબતમાં દરેક માણસ સાથે આશ્ચર્યકારક અવિશ્વાસથી કામ પાડવામાં આવતું હતું, અને રાજ્યકર્તા પ્રત્યે તો બિલકુલ વિશ્વાસ જ નહોતો. આ વખતે સ્વાર્થપરાયણતાને વશ થયેલા પેસ્વા અને સિંધિયા, અને કદાચ હેલકર પણ તેમાં સામેલ હેઈ, રાજ્યના થતા વિનાશને તટસ્થ રહી નિહાળતા હતા; તથા આ મહાન સંકટમાંથી સહીસલામત નીકળવાને એક જ માર્ગ દૃષ્ટિએ પડતો હતો, અને તે માર્ગ તે અંગ્રેજ સરકારની મદદ માગવાને હતો.” એક બીજો પણ લાક્ષણિક પ્રસંગ નેંધવા જેવો છે. ઈ.સ. ૧૭૭ર માં અંગ્રેજોએ ભરૂચ શહેર ત્યાંના નવાબ પાસેથી જીતી લીધું હતું અને ત્યાં પિતાને વહીવટ સ્થાપ્યો હતો, પણ ઈ.સ. ૧૭૭૯ માં થયેલા કેલકરાર મુજબ ભરૂચ, શહેર સિંધિયાને સોંપવાનું ઠર્યું. “ભરૂચ શહેરને ઈતિહાસ”ના લેખકે નેધ કર્યા, મુજબ “આ શહેર મરાઠાઓના તાબામાં જાય છે, એ હકીકત લોકોએ જાણ એટલે ભરૂચ પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરની પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારા ઉપર હંમેશા રહે. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યા, હેમ, બલિદાન વગેરે શરૂ થયાં. કેટલાક લેકેએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકે ખુશ થયા.”
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy