SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાય - જ્ઞાનનું આચમન કરવાનું ભારતને માટે શક્ય બન્યું. યુદ્ધમાં જીતી શકાય તેવાં વિકસિત શસ્ત્રાએ જ નહિ, પણ ચડિયાતી વ્યવસ્થાશક્તિ અને બંધારણીય અભિગમો પણ અંગ્રેજોના દિગ્વિજોની પાછળનું રહસ્ય છે. એક મુસ્લિમ ઇતિહાસકારે ૧૭૮૮ માં ખેંચ્યું હતું કે “ઇન્સાફ કરવા માટેના કાયદાઓમાં, રિયતની સલામતી જાળવવામાં, જુલમગારી દૂર કરવામાં અને નિર્બળને રક્ષવામાં અંગ્રેજોની તોલે આવે તેવું કોઈ શાસન થયું નથી. અલબત્ત, આ પૂર્ણ સત્ય નથી, પણ આવી છાપ ઊભી કરવામાં અંગ્રેજ શાસન સફળ થયું હતું એમાં શંકા નથી. દેશીઓ કરતાં પણ વિદેશી શાસકે પ્રજાને વધુ સ્વીકાર્ય બન્યા હતા એ હકીકત છે. ભારતમાં અને ગુજરાતમાં બ્રિટિશ શાસન સ્થપાયું તે પહેલાં જે દેશવ્યાપી અંધાધૂંધી હતી તેમાં પણ કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ જળવાઈ રહી હતી એ નેધવું જરૂરનું છે, જેમકે સમાજવ્યવસ્થા જળવાઈ રહી હતા. જ્યાં સુધી એક - આખું ગામ નાશ પામ્યું ન હોય ત્યાં સુધી ગ્રામજીવનની સંસ્થાઓ ટકી રહેતી • હતી. ખેતીવાડીને નાશ થતો ન હતો, પણ કૃષિવ્યવસ્થા વારંવાર હચમચી ઊઠતી, એમ છતાં જેવો સારો સમય આવ્યો કે ખેડૂતો પોતાની જમીન સંભાળી લેતા હતા અને જૂના હકદાવાના નામે તકાદા પણ કરતા રહેતા હતા. આર્થિક - વ્યવહારમાં બેસુમાર વિસે આવતા, પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન વણથંભ્ય ચાલુ રહેતું. યુરોપથી આવેલા વેપારીઓને જે લાભ મળતો હતો તે આ કારણે. પરંપરાગત વિદ્યાધામે પણ જળવાઈ રહ્યાં હતાં, વિદ્વાને કવિઓ સંતો ભક્તો ચિત્રકાર સંગીતકાર અને ધર્મનેતાઓ પિતાપિતાનું કામ કર્યે જતા હતા અને એ રીતે સાંસ્કૃતિક પરંપરાઓને જિવાડતા હતા. જ્યારે અંધાધૂધીમાંથી દેશ બહાર આવ્યો ત્યારે બાહ્ય જીવનમાં એક પ્રકારની સ્વસ્થતા એને જરૂર પ્રાપ્ત થઈ, પણ વ્યવસ્થા પ્રસારીને સ્વસ્થતા અનુભવાવનાર બ્રિટિશ હકૂમતે પ્રજાના આંતરિક જીવનમાં સૂક્ષ્મ પડકારે પણ પેદા કર્યા. પરંપરાગત સંસ્કાર રિવાજો અને સંસ્થાઓ સાથે પશ્ચિમના સંસ્કાર અને સંસ્થાઓ વચ્ચે એક સૂમ સંઘર્ષ પેદા થયો. ન્યાય વહીવટ તત્વદષ્ટિ ધર્મભાવ સમાજનીતિ શાસન એ સર્વ તળે ઉપર થઈ જાય એવે એ સંઘર્ષ હતા, જોકે એનું સ્વરૂપ સૂક્ષ્મ હતું. ઔરંગઝેબના અવસાન પછી વિશાળ મુઘલ સામ્રાજ્ય, જેમાં વ્યક્તિકેદી શાસન હતું તે, ખૂબ જ નબળું પડયું અને મરાઠા સત્તાને ઉદય થયો. મુઘલ સત્તા નબળી પડ્યા પછી શિવાજી મહારાજના જે વંશજો રાજ્યકર્તાઓ હતા તે પણ નબળા પડવા મંડયા અને એમના શાસનકાલમાં પેશવા સત્તા ઉપર આવ્યા.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy