________________
સાધન-સામગ્રી ને સં. ૧૮૭૮ માં ખત્રી જેઠા શિવજી તથા સુંદરજીએ ત્યાં કલ્યાણેશ્વરનું મંદિર બંધાવ્યું.૫૩ રવમાં બાઈ રામબાઈએ ૨૪,૦૦૦ કેરીના ખર્ચે જાડેજા વિભાજીના સમયમાં સં. ૧૮૭૮ માં મંદિર બંધાવ્યું,પ૪ રાવશ્રી દેશળજીના સમયમાં સં. ૧૮૮૦માં માતાના મઢમાં આશાપુરાનું મંદિર બંધાયું.૫૫ રાણા સરતાનજીના સમયમાં સં. ૧૮૯૭ માં ગેડીમાં લક્ષ્મીનારાયણના મંદિરનું પુનનિર્માણ થયું. સં. ૧૯૧૧ માં ગોંસાઈ હીરાગરે સેલેરા વાવ નવી બંધાવી,૫૭ દેશળજીના સમયમાં સં. ૧૯૧૬ માં રિયાણમાં શંકરનાથજીએ ધરમનાથજીના મંદિરમાં સિંહાસન કરાવ્યું.૫૮ પ્રાગમલજીના સમયમાં સં. ૧૯૧૮ માં કોઠારામાં શાંતિનાથનું મંદિર બંધાયુંપટ અને સં. ૧૯૨૧ માં ગેડીમાં મહાવીર મંદિરમાં શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા
થઈ. ૧ ૦
ગુજરાતમાં સ્થાપત્ય-શિલ્પને લગતા આ કાલના નાનામોટા અભિલેખ બીજાં અનેક સ્થળોએ પણ આવેલા છે, જેમકે સોજિત્રા(તા. પેટલાદ), તળાજા (જિ. ભાવનગર), ઉમરેઠ(જિ. ખેડા), લીંગડા(તા. આણંદ), ભદ્રેશ્વર(જિ. કચ્છ), અંજાર(જિ. કચ્છ) વગેરે,૬૧ દેલવાડા(જિ. જૂનાગઢ)ની જામે મસિજદમાંને ફારસી શિલાલેખ એ મજિદ હિ. સ. ૧૨૯૦(ઈ. સ. ૧૮૭૩) માં બંધાવ્યાનું નોંધે છે કે
ગુજરાતમાં પ્રતિમાલેખેની જેમ પાળિયાલેખ પણ મોટી સંખ્યામાં કોતરાયા છે, પરંતુ સતનતકાલ અને મુઘલકાલની સરખામણીએ આ કાળ દરમ્યાન પાળિયાલેખોની સંખ્યા પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે. બ્રિટિશ હકુમત નીચેના જિલ્લાએમાં શાંતિ અને સલામતી વધી તેમજ રિયાસતેમાં પણ આંતર-વિગ્રહ બંધ થઈ ગયા તેથી સંગ્રામમાં વીરગતિ પામવાના પ્રસંગ ઓછા થયા હતા.
આ કાલના પ્રકાશિત પાળિયાલેખમાં સહુથી વધુ લેખ કચ્છમાં આવેલા છે. કચ્છના જાડેજા રાજકુલમાં હવે મહારાવ મૃત્યુ પામે એ પછી એમની યાદગીરીમાં ભુજમાં છતરડી કરાવવાની પ્રથા પ્રચલિત થઈ. સં. ૧૮૮૩ માં ભારમલજી, સં. ૧૮૯૨ માં ભોજરાજ અને સં ૧૯૩૨ માં પ્રાગમલજી દેવલોક પામ્યા તેઓની છતરડીએ ભુજમાં આવેલી છે ને એમાં તે તે મહારાવનાં નામ તથા મૃત્યવર્ણ નોંધતા લેખ પણ કોતરેલા છે. મહારાજ ભેજરાજને લગતા લેખમાં એમનાં પત્ની રૂપાળીબાએ સહગમન કીધાનું તથા છતરડી સં. ૧૮૯૩ માં ચણાવ્યાનું પણ જણાવ્યું છે. ૨૪
કરછમાં આ કાલખંડ દરમ્યાન પણ કેટલાક પુરુષ સંગ્રામમાં વીરગતિ પામ્યાને કે કેટલીક સ્ત્રીઓ સતી થયાનું જણાવતા પાળિયાલેખ મળે છે, જેમકે કોટડી