SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાહ મહાદેવપુરીમાં સં. ૧૮૮૪માં રાજગોર સેજપાલ વગેરે શરધન થયાને, કોટડીમાં સં. ૧૮૯૮ માં રાજગોરજી રવજી રામચરણ પામ્યા તેમની પાછળ નાથીબાઈએ સાવન લીધાને, ભૂજમાં સં. ૧૯૦૨ માં રૂપબાઈને પાળિ સ્થપાયાને ૧૭ નાની અરલ(ધીધર પાસે)માં સં. ૧૯૪૧ માં તથા સં. ૧૯૪૩ માં પ્રતિષ્ઠા કરી પૂજા સંપૂર્ણ કર્યા, ૧૮ અંજાર માં સ. ૧૯૧૦માં આશાપુરાના પૂજારી દેવ થયાને ૬૯ નળિયામાં સં. ૧૮૯૭ માં સેનબાઈએ સાગવન કીધાને,9૦ અને છસરામાં સં. ૧૯૪૪ માં ગામ ઝાંપામાં મરેલા યોદ્ધાનો પાળિયો કરાવ્યા.૭૧ કરછના સુપ્રસિદ્ધ પોલિટિકલ રેસિડન્ટ કેપ્ટન મેકમોંનું મૃત્યુ વિયાણીઓને હાથે થયેલ એવી અનુકૃતિ છે, જ્યારે એની કબર પરના લેખમાં એ મૃત્યુ કેલેરાથી થયાનું જણાવ્યું છે.છર દૂધઈ(તા. અંજાર)માં કપ્તાન રેના તુર્ક કુતરાનું પણ સ્મારક છે, જેના પર ઈ.સ. ૧૮૮૩ને લેખ છે. ૭૩ કેટલાક ભાવિક ભક્ત પિતાના ઈષ્ટદેવને પિતાનું મસ્તક ચડાવી કમલ-પૂજા કરતા. મોડવદર(તા. અંજાર)ના ચારણ શંકર છવાએ સં. ૧૯૬૮માં ગઢ પુંઅ રા'ના શંકર ઉપર એ રીતે કમલપૂજા કરેલી, એના ઓટા ઉપર સં. ૧૯૭૦ને લેખ છે.* છસરા(તા. અબડાસા)ના એક પાળિયાલેખમાં સં. ૧૯૫૨ માં ત્યાંના એક ગાલા ગુજરી જતાં ખેતર નેચર કર્યાનું જણાવ્યું છે.૭૫ કરછની જેમ સૌરાષ્ટ્રમાં પણ ઠેકઠેકાણે પાળિયા જોવામાં આવે છે, પરંતુ આ કાલખંડના પ્રકાશિત પાળિયાઓની સંખ્યા ત્યાં પ્રમાણમાં ઓછી છે. બારેટના ચોપડાઓમાં સેંધાયેલા સૌરાષ્ટ્રના પાળિયાલેખોમાંના બે લેખોમાં સં. ૧૮૮૭માં બે જાડેજા હાલા દેવાતણુ પામ્યાનું નોંધાયું છે. એવી રીતે ઉત્તર ગુજરાતમાં શિણેલ(તા. મેડાસા)માં જોધપુરના કેઈ રાજપુત્ર અને એની પાછળ સતી થયેલી એની બે પત્નીઓને લગતા લેખવાળા પાળિયે છે. આ તે માત્ર એકાદ ઉદાહરણ છે. સમસ્ત ગુજરાતમાં સંખ્યાબંધ પાળિયા આવેલા છે, જેની ઉપરના ઘણું અભિલેખ હજી અપ્રકાશિત રહ્યા છે. સિક્કા : - સિક્કા વેપારમાં તેમજ રોજિંદા વ્યવહારમાં નાણુકીય ચલણ તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવતા હોઈ એમાં તે તે શાસક વર્ગનું, સર્વોપરિ સત્તાનાં રાજકીય પરિવર્તનોનું તેમજ એની સાંસ્કૃતિક અસરનું ઠીક ઠીક પ્રતિબિંબ પડે છે. અલબત્ત, સિકકાઓમાં ઘણી વાર રૂઢિપાલનનું વલણ વર્ષો લગી લંબાતું હોઈ એમાં પરિવર્ત કે નવાં વલણનું પ્રતિબિંબ પડતાં વિલંબ થતા હોય છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy