SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાહ સરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી એને એક સંસ્કૃત શિલાલેખ તથા એક ગુજરાતી શિલાલેખ ત્યાં કોતરાવે છે. એમાંના સંસ્કૃત લેખમાંની પ્રશસ્તિ ૪૫ પં. સરૂપે રચેલી, મોઢ બ્રાહ્મણ વિજયરામે ઉતારેલી અને સલાટ ઇસકે કતરેલી. ગુજરાતી લેખ ગર્વધનદાસે ઉતાર્યો છે ને ઈસફભાઈએ કર્યો છે. આમ આમાં વિભિન્ન સંપ્રદાયના અનુનાયીઓને સહકારી પુરષાર્થ દેખા દે છે, બંને લેખમાં અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમલનો ઉલ્લેખ પણ છે. ભમતીમાંની દેવકુલિકાઓમાંય. અનેક પ્રતિમાઓ પર અભિલેખ કતરેલા છે, પણ એ હજી અપ્રકાશિત છે. શિહેરમાં શ્રી પુરુષોત્તમ સરસ્વતીએ સં. ૧૮૮૭ માં બંધાવેલું બ્રહ્માનું મંદિર,* માધવપુર (ઘેડ)માં જેઠવા મહારાણું વિક્રમાતાજીનાં માતુશ્રી રૂપાળીબાએ માધવરાયજીના મંદિરનું સં. ૧૮૯૬માં કરાવેલું નવનિર્માણ*ટ અને શેખપાટ(તા. જામનગર)માં જામ વિભાએ સં. ૧૯૧૪ માં કરાવેલે આશાપુરી માતાના મંદિરને જીર્ણોદ્ધાર, ૪૯ આવી બધી માહિતી આપણને તે તે મંદિરના શિલાલેખ દ્વારા પ્રાપ્ત થાય છે. શદ્વાર બેટમાં શંખનારાયણના મંદિરમાં સં. ૧૯૩૫ને શિલાલેખ છે. તે અગાઉ સં. ૧૭૭૪માં તથા સં. ૧૮પર માં એ મંદિરનાં સંસ્કરણોને લગતા. શિલાલેખેને ઉલ્લેખ કરી મહારાવ ખેંગારજીનાં માતુશ્રી નાનીબા ઝાલીએ. તાજેતરમાં જે સુધારા વધારા કરાવ્યા તેને વૃત્તાંત નિરૂપે છે.પ૦ આમ આ નાનકડા શિલાલેખ એ મંદિરનાં પૂર્વસંસ્કરણો અને એને લગતા શિલાલેખે. વિશે જે માહિતી આપે છે તે મહત્વની ગણાય. એવી રીતે કેટલીક વાર જળાશયોના નિર્માણ કે પુનનિર્માણને લગતા શિલાલેખ એની માહિતી પૂરી પાડે છે. દા. ત. ઝાલા મહારાણા ચંદ્રસિંહજીએ રાજસીતાપુર (તા. ધ્રાંગધ્રા) પાસે ચંદ્રસર નામે તળાવ કરાવેલું એના શિલાલેખને ઉલ્લેખ કરી, એને જીર્ણોદ્ધાર મહારાણું રણમલસિંઘજીએ વિ. સં. ૧૯૧૧(ઈ. સ. ૧૮૫૫) માં કરાવ્યપ ને શિમરેલી(જિ. જૂનાગઢ)માં નવાબ બહાદૂરખાન તથા. દીવાન અમરજીના સમય દરમ્યાન સં. ૧૮૩૧ માં બેડિયાળ નામે જૂની વાવ. દાયેલી તેને સં. ૧૯૧૨(ઈ. સ. ૧૮૫૬) માં મુગટરામે કડી ૩,૨૧૬ ખરચી ફરી બંધાવી. પર આમ કેટલાક શિલાલેખ વર્તમાન વૃત્તાંત ઉપરાંત પૂર્વવૃત્તાંત. પણ આપે છે. કરછમાં પણ પૂતનિર્માણને લગતા કેટલાક શિલાલેખ એને લગતી માહિતી આપે છે; જેમકે કેટેશ્વરનું મંદિર સં. ૧૮૫૭ માં ધરતીકંપથી પડી ગયું તેને મહારાવ શ્રી દેવળજીના સમયમાં ખત્રી જેઠા શિવજીએ સં. ૧૮૭૭માં નવું કરાવ્યું
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy