SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ સૌરાષ્ટ્રનાં બદર સૌરાષ્ટ્રમાં ૧૮૪ર માં કર બંદર હતાં. રેલવેના આગમન પૂર્વે દરેક ખાડી ' ઉપરનું નાનું કે મોટું બંદર અંદરના પ્રદેશ સાથે વેપાર માટે ઉપયોગી હતું, કાંપથી પુરાઈ જવાને કારણે કે માલની હેરફેર બંધ થવાથી દસ બંદર બંધ થઈ ગયાં હતાં. જોડિયા બેડી સલાયા પોરબંદર નવીબંદર માંગરોળ વેરાવળ જાફરાબાદ મહુવા તળાજા અને ભાવનગરને વેપાર સારો હતે. એતિહાસિક બંદર કહી શકાય તેવાં દીવ સોમનાથ માંગરોળ અને ઘોઘા પૈકી માંગરોળને જ વેપાર ટકી રહ્યો હતે. લોર્ડ ડેલહાઉસીના શાસન દરમ્યાન ભારતનાં બધાં બંદરોને એકહથ્થુ વહીવટ કરવાને એને વિચાર આવ્યું હતું. લોર્ડ કેનિંગે આ દરખાસ્ત ધપાવીને ભાવનગર તથા વડોદરા રાજ્ય પાસે સમાન જકાતની માગણી સ્વીકારાવી હતી (૧૮૬૦-૧૮૬૫). બીજા રાજ્યોએ ૧૮૬૩ માં આ દરખાસ્ત નકારી કાઢી હતી તેથી ભાવનગરને વેપાર ઘટી ગયા હતા. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામ વખતે મદદ - કરવાથી ૧૮૬૦ ની અંગ્રેજ સરકાર સાથેની સંધિને કારણે ભાવનગરને બ્રિટિશ બંદર જેવો દરજજો મળતાં એને માલ ભારતના કેઈ પણ ભાગમાં જકાત ભર્યા સિવાય મુક્ત રીતે નિકાસ થઈ શકતો હતો. ૧૯૦૩ માં લોર્ડ કર્ઝને સમાન જકાત અને વહીવટની દરખાસ્ત સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યોને કરી હતી, પણ એ સૌરાષ્ટ્રનાં રાએ ન સ્વીકારતાં ભારત સરકારે સૌરાષ્ટ્રમાંથી નિકાસ થતા માલ ઉપર જકાત, નાખી સૌરાષ્ટ્રનાં બે દરોની પ્રગતિ રૂંધી હતી, ૧૯૧૦ માં હિંદી વજીર લોર્ડ મોલીએ આ અન્યાયી પગલું ભાવનગર પૂરતું પાછું ખેંચી લીધું હતું. વિરમગામ અને ધંધુકાની જકાતબારી ૧૯૦૩ પછી અસ્તિત્વમાં આવી હતી. સૌરાષ્ટ્રનાં બંદરોની વિગત નીચે મુજબ છે: ૧૧ ભાવનગર: ખંભાતના અખાત ઉપર અંદરના ભાગમાં આઠ કિ.મી. લાંબી ખાડી ઉપર આ બંદર આવેલું છે. ૧૦.૫ મીટર જેટલી મેટી ભરતીને કારણે આ બંદરે મોટી ભરતી વખતે ૫૪', ૨૭” પાણું રહેતું હતું અને સ્ટીમર માટે ધક્કા ઉપર લાંગરવાનું શક્ય બનતું. એટ વખતે પણ ૨૨', ૧૦” પાણું રહેતું હતું. ૧૭૬૦-૧૮૧૦ સુધી રાજસ્થાન, માળવા, ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત સાથે ભાવનગરને વેપાર જમીનમાર્ગે ચાલતા હતા. ખાંડ અનાજ મોલાસીઝ રૂ વગેરેની નિકાસ થતી હતી. અગાઉ મસ્કત બસરા મોખા જેદ્દા ઝાંઝીબાર મોરેશિયસ મોઝામ્બિક શ્રીલંકા મલાક્કા પેનાગ ચીન કે કણ અને મલબાર સાથે એને વેપાર હ. સને ૧૮૮૦ પછી રેલવે-માર્ગ દ્વારા સૌરાષ્ટ્રના અંદરના ભાગે તથા - ગુજરાતના અન્ય ભાગે સાથે જોડાતાં એને વેપાર ખૂબ વધે હતે. મિલે જીન
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy