SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિe (ગુજરાતનાં બંદરની અવનતિ અને વહાણવટું) ૩૧, પ્રેસ વગેરેને કારણે કાપડ-ઉદ્યોગ વિકસ્યો હતો અને રૂ નિકાસ થતું હતું. સને ૧૮૩૨ માં ઘેઘાને વિકાસ હાથ ધરાતાં ભાવનગરને વેપાર ઘટી ગયા હતા, પણ ૧૮૪૬-૪૭ પછી એને વેપાર વધવા લાગ્યું હતું. સને ૧૮૭૯-૮૦ માં સૌરાષ્ટ્રના કુલ દરિયાઈ વેપારની કુલ આવક પૈકી ૬૨ ટકા હિસ્સે ભાવનગરને હતો. ૭૭-૭૮ માં રૂ. ૭૭,૮૮,૧૭૦ માલની આયાત થઈ હતી, જ્યારે રૂ. ૯૦,૩૧,૬૩૦ ના માલની નિકાસ થઈ હતી. ૧૮૮૦-૮૧ માં આયાત-નિકાસ અનુક્રમે રૂ. ૧૧,૯૬,૨૫૦ અને રૂ. ૧,૧૬,૪૯,૨૧૦ની હતી. સને ૧૯૦૩ માં ભાવનગરની આયાત-નિકાસ રૂ. ૨૨૧ લાખની હતી. આમ ભાવનગરે એને વિકાસ ચાલુ રાખ્યું હતું. ૧૮૭૯-૮૦ દરમ્યાન સૌરાષ્ટ્રનાં મુખ્ય બંદરોની આવક અને આયાત-નિકાસ નીચે મુજબ હતી ? બંદરનું નામ આયાત રૂ. નિકાસ રૂ. બંદરની કુલ આવક. ભાવનગર ૭૭,૯૧,૦૩૦ ૪૮,૮૨,૨૯૦) ૧૭,૫૭,૪૮૭ ૬૨ ટકા મહુવા ૨૫,૮૧,૮૯૦ ૨૩,૨૩,૪૪૦ તળાજા ૧,૫૧,૬૭૦ ૧,૧૮,૪૪૦). વેરાવળ ૨૭૯૮,૯૪૦ ૮,૩૫,૫૩૦૧ ૪,૫,૩૩૮ ૧૬.૬ ટકા, માંગરોળ ૭,૩૪,૩૯૦ ૭૭,૦૩૫) બેડી ૧૩,૫૮,૬૪૦ ૪,૧૮,૩૯૦) જોડિયા ૭,૪૩,૨૦૦ ૬,૧૭,૬૦૦ ૩,૯૦,૮૩૨ ૧૪.૦ ટકા સલાયા ૪,૧૭,૮૬૦ ૩,૫૫,૬૩૦). પોરબંદર ૪,૭૦,૪૩૦ ૨,૮૮,૮૯૫ ૧,૦૪,૦૯૦ ૪.૦ ટકા, મેરબી (વવાણિયા) – ૩૮,૧૪૩ ૧૩ ટકા, જાફરાબાદ, - ૬૫,૫૨૪ ૨.૧ ટકા , નવીબંદર ૨,૩૦,૦૫૦ ૫૧,૪૭૦ સૌરાષ્ટ્રનાં બંદરને પૂર્વ આફ્રિકાનાં બંદર, ઝાંઝીબાર, રાતા સમુદ્ર તથા ઈરાની અખાતનાં બંદરો તથા મુંબઈ કેકણુ તથા મલબાર શ્રીલંકા વગેરેનાં બંદરો સાથે બહાળો વેપાર હતા. ૧૮૮૦ બાદ ભાવનગર ગાંડળ જૂનાગઢ મોરબી જામનગર વગેરેએ રેલવે લાઈન નાખતાં સૌરાષ્ટ્રનાં બંદરોને વેપાર ખૂબ વધ્યા હતા. ૧૯૦૩ માં ભાવનગર વેરાવળ અને બેડીને વેપાર અનુક્રમે રૂ. ૨૨૧, ૪૪ અને ૨૨ લાખને હતેા.૧૩ કચ્છના માંડવી તૂણ મુંજા જખૌ લખપત રેહર છંજૂડા અને કેટેશ્વર બંદરને પૂર્વ આફ્રિકા, ઈરાની અખાત તથા રાતા સમુદ્રના દેશે તથા મલબાર સાથે બહાળે. વેપાર હતા. કસ્ટમ યુનિયનમાં ન જોડાવાને કારણે કચ્છને વેપાર ઘટી ગયું હતે.. કરાંચીના ઉદયને કારણે માંડવી અને લખપતના વેપારને ફટકો પડ્યો હતો. ૧૮૧૮
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy