SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ વરાળ-સંચાલિત કારખાનાં (cotton-ginning factories) અને રૂને દબાવવાનાં કારખાનાં (cotton-pressing factories) ગુજરાતનાં ઘણું શહેરોમાં અસ્તિત્વમાં આવ્યાં. મિલેની સંખ્યા વધતાં ૧૮૯૦ બાદ અમદાવાદમાં મિલ-જિન સ્ટાર્સની વેપારી પેઢીઓ શરૂ થઈ. ૧૮ રણછોડલાલ તથા એમના અનુયાયીઓએ અમદાવાદ તથા ગુજરાતમાં મિલ, ઊભી કરી એ પહેલાં ઓગણીસમી સદીના ચોથા દાયકામાં હિન્દમાં મેનેજિંગ એજન્સીની પ્રથા શરૂ થઈ ચૂકી હતી. વેપારી સંસ્થાના મહત્વના ભાગરૂપ ગણાતી આ પદ્ધતિ તેમજ સંયુક્ત હિસ્સાવાળી મંડળીઓ (joint stock-companies)ની પદ્ધતિ ગુજરાતના વેપારી-ઉદ્યોગપતિઓએ અપનાવી લીધી. ૧૯ ગુજરાતમાં પરંપરાગત વેપાર-ઉદ્યોગ સંયુક્ત કુટુંબવ્યવસ્થા તથા ભાગીદારીના સિદ્ધાંત ઉપર ચાલતા, પરંતુ મોટા અને નવા ઉદ્યોગ સ્થાપવામાં જોખમનું તત્ત્વ વિશેષ હાઈ અને એમાં ભારે મૂડીરોકાણ આવશ્યક હેઈ જોઈન્ટ સ્ટોક-કમ્પનીઓના સિદ્ધાંતને અમલ અનિવાર્ય બન્યો. આવી કમ્પનીઓનું સંચાલન કરનાર પેઢીઓ મેનેજિંગ એજન્સીઓ' તરીકે જાણીતી બની. ગુજરાતના આર્થિક ઈતિહાસમાં વેપાર-ઉદ્યોગના સંચાલન માટે નવી સંસ્થાઓને ઉદય અને વિકાસ, થવો એ આર્થિક પરિવર્તનનું મહત્ત્વનું સોપાન હતું. મિલ-ઉદ્યોગને બાદ કરતાં બીજા આધુનિક ઉદ્યોગ ગુજરાતમાં વિકસ્યા નહિ આને માટે ગુજરાતની વેપારી કેમનું રૂઢિચુસ્ત માનસ જવાબદાર હતું, પરંતુ મહદ્ અંશે તે આ પરિસ્થિતિ માટે ઈગ્લેન્ડની સામ્રાજ્યવાદી નીતિ જ જવાબદાર હતો. હિંદમાં નવા આધુનિક ઉદ્યોગ વિકસે એવી મુરાદ બ્રિટિશ શાસકોએ કદી સેવેલી નહિ. આ જ કારણથી “મુક્ત વેપારીના સિદ્ધાંતના ઓઠા નીચે એમણે અનેક અવરોધ પેદા કર્યા. ઉદાહરણ તરીકે ૧૮૮૨ માં રણછોડલાલા છોટાલાલ, મનસુખભાઈ ભગુભાઈ, બેચરદાસ લશ્કરી અને પેસ્તનજી વકીલ જેવા અમદાવાદી પ્રજાએ પંચમહાલ જિલ્લામાં લખંડ અને કેલસાની ખાણનું કામ શરૂ કરવા માટે “ધી ગુજરાત કેલ ઍન્ડ આયર્ન કમ્પની, લિમિટેડ'ની સ્થાપના કરી, આ સાહસ અત્યંત જોખમ-ભરેલું અને વણખેડાયેલું હાઈ કમ્પનીના સંચાલકોએ મુંબઈ સરકારને ખાણકામ માટે પંદર વર્ષને ઇજાર આપવાની વિનંતી કરી, પરંતુ મુંબઈ સરકારે આ વિનંતીને અસ્વીકાર કર્યો, આથી સંચાલકોએ ફેંદ્ર સરકાર સમક્ષ ધા નાખી. એમણે એમના આવેદનમાં જણાવ્યું કે હિંદને નિર્ધન, થતું અટકાવવામાં આવા પાયાના ઉદ્યોગ ઘણું મદદરૂપ નીવડશે, પરંતુ વાઈસરોય, લોર્ડ ડફરીને આ અરજીને ફગાવી દીધી તેથી નાછૂટકે કમ્પનીના સંચાલકોને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy