SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ બ્રિટિશ કાલ એમની આ મહાન યોજનાને સમેટી લેવી પડી.૭૦ આમ ગુજરાતમાં એક મહત્વને * ઉદ્યોગ શરૂ થવાની જે શક્યતાઓ ઊભી થઈ હતી તે સાંસ્થાનિક સરકારના પ્રતિકૂળ વલણને લીધે પડી ભાંગી. આવા પ્રતિકૂળ વાતાવરણમાં નવા ઉદ્યોગ ઊભા થવાની શક્યતાઓ ઘણું ઓછી હતી; આમ છતાં પણ ગુજરાતમાં વસમા સૈકાની શરૂઆતમાં એક અત્યંત મહવને ઉદ્યોગ શરૂ થયે. અત્યાર સુધી ગુજરાતી વેપારીઓ ચીલાચાલુ મિલ* ઉદ્યોગમાં જ ઝંપલાવતા હતા, એને બદલે એક પ્રોજકે નવી ઢબને ઉદ્યોગ - સ્થાપવાનો સંકલ્પ કર્યો. આ પ્રયોજક તે ગુજરાતના મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર 'ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર (૧૮૬૩-૧૯૨૦). ગજજરે વડોદરામાં કેમિકલ્સને ઉદ્યોગ સ્થાપીને આધુનિક ઉદ્યોગના ઇતિહાસમાં નવો ચીલે પાડ્યો. બી. ડી. અમીન તથા કટિભાસ્કર નામના એમના ભાગીદારોને સહકાર પામીને એમણે વડોદરામાં “એલેમ્બિક કેમિકલ વસ'ની ૧૯૦૭ માં સ્થાપના કરી. ગજજર આ મહાન ઉદ્યોગની સ્થાપના કરી એ પહેલાં એ વડોદરાની સાયન્સ કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક રહી ચૂક્યા હતા (૧૮૮૬-૮૦). વડોદરાની સુપ્રસિદ્ધ - ટેકનિકલ કોલેજ “કલાભવનની સ્થાપના પણ એમને જ આભારી હતી. આવા બહાળા ધંધાદારી અનુભવને લીધે જ ગજજર “એલેમ્બિક' જેવા અપરંપરાગત ઉદ્યોગની સ્થાપના કરી શક્યા હતા એ નોંધપાત્ર છે. એમણે આ ઉદ્યોગ સ્થાપવા માટે વડોદરાને પસંદગી આપી એ પણ સૂચક છે. બ્રિટિશ સરકાર આવા ઉદ્યોગ સામે કરડાઈની નજરે જોતી હતી એ વાતથી એ અજાણ નહતા. બીજી તરફ ગાયકવાડ સરકારની વેપાર-ઉદ્યોગને ઉત્તેજન આપવાની નીતિથી પણ તેઓ સુપેરે વાકેફ હતા. અગાઉ નેપ્યું છે તે મુજબ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાને દાખલો બેસાડવાના આશયથી ૧૮૮૨ માં સુતરાઉ કાપડની મિલ -સ્થાપી હતી. આ ઉપરાંત એમણે એમના રાજ્યમાં નાના પાયા ઉપર રંગાટીકામ તેમજ કાચ અને ઈટનાં ઔદ્યોગિક એકમ સ્થાપ્યાં હતાં. આર્થિક વિકાસની નીતિને મૂર્ત સ્વરૂપ આપવાના ઉદ્દેશથી એમણે ૧૯૨ માં મહાન દેશભક્ત અને અર્થશાસ્ત્રના નિષ્ણત રમેશચંદ્ર દત્તની મહેસૂલપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. આમ એક તરફ બ્રિટિશ સરકારની પ્રતિકુળ આર્થિક નીતિ અને બીજી તરફ વડોદરા સરકારની વેપાર અને હુન્નર-ઉદ્યોગને ઉત્તેજન આપવાની નીતિના સંદર્ભમાં ગજજરે વડોદરાને જ પસંદગી આપી એ એ સમયના સંજોગો સાથે સુસંગત હતું. - એલેમ્બિક કમ્પની મુખ્યત્વે દારૂ અને ઔદ્યોગિક પિટિનું ઉત્પાદન કરતી. -આ ઉપરાંત એણે કેટલીક ઔષધીય ચીજોનું ઉત્પાદન તેમ વેચાણ પણ કર્યું હતું,
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy